લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હવે સામૂહિક બદલીઓના દૌરનો આરભં થયો છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ૨૩૨ પીઆઈ તથા ૫૫૧ના પીએસઆઈની બદલી કરાઈ છે જેમાં રાજકોટ શહેરના પાંચ તથા રાજકોટ ગ્રામ્યના બે પીઆઈ બદલાયા છે. જયારે ૫૫૧ બિનહથિયારધારી તેમજ ૪૩ હથિયારધારી મળી કુલ ૫૯૪ પીએસઆઈની બદલી થઈ છે.
બદલીઓના નીકળેલા ઓર્ડરમાં રાજકોટ સિટી એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા અન્ય બે પીઆઈ એલ.એલ.ચાવડા તથા એમ.બી.નકુમને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. મહિલા પીઆઈ એન.એચ.મોર એસીબીમાં મુકાયા છે. જયારે કે.જે.રાણાની વડોદરા સિટી ખાતે બદલી થઈ છે.
રાજકોટ સિટીમાં નવા ચાર પીઆઈ આવ્યા છે. જેમાં અમરેલીથી જે.એમ.કૈલા, સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, સુરત સિટીના જી.એ.પટેલ તથા એસીબીમાંથી આઈ.વી.રબારીના ઓર્ડર થયા છે.
રાજકોટ ગ્રામ્યમાં બે પીઆઈ ઉપલેટાના કે.કે.જાડેજાને સીઆઈડી ક્રાઈમમાં તથા એ.બી.ગોહિલને જૂનાગઢ તબદીલ કરાયા છે. ત્રણ નવા પીઆઈ પાટણથી આર.જે.ગોધમ, જૂનાગઢ પીટીસીમાંથી એ.ડી.પરમાર તથા એસીબીમાંથી મહિલા પીઆઈ આર.એમ.રાઠોડને રાજકોટ રૂરલમાં મુકવામાં આવ્યા છે. રાજકોટ એસીબીના પીઆઈ એ.આર.ગોહિલની કચ્છ પુર્વે ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી છે.
જયારે ૫૫૧ બીન હથિયારધારી તથા ૪૩ હથિયારધારી પીએસઆઈની થયેલી બદલીમાં રાજકોટ સિટીમાં ૨૧ નવા પીએસઆઈ આવ્યા છે. જયારે ક્રાઈમ બ્રાંચના બે મળી ૨૨ પીએસઆઈની બદલી થઈ છે. રાજકોટ રૂરલમાં નવ પીએસઆઈની બદલી થઈ અને ૧૨ નવા પીએસઆઈનો ઉમેરો થયો છે.
રાજકોટ સિટી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કે.ડી.પટેલની અમદાવાદ સિટી, એન.ડી.ડામોરની સુરતમાં અન્ય પીએસઆઈમાં જાડેજા જે.જી.લોખિલ એમ.ડી., એ.આર.ડાંગર, કૌશિક રાવલ, બી.બી.રાણા, પી.પી.ચાવડા, જે.કે.પાંડાવદરા એન.બી.ડોડિયા, જી.એન.વાઘેલા, ભાવના કડછા, હેમાલીબા ગોહિલ સહિત ૨૨ની બદલી થઈ છે. જયારે નવા આવેલા ૨૦ પીએસઆઈમાં સી.બી.જાડેજા, સરવૈયા પી.સી. સહિતનાનો સમાવેશ થાય છે.
રાજકોટ રૂરલમાંથી આર.એ.જાડેજા, જે.એમ.પરમાર, એસ.એમ.પરમાર, કે.એ.જાડેજા, એન.આર.કદાવલા, આર.એલ.ગોયલ તથા હથિયારધારી સી.બી.ગામીત સહિત નવની બદલી થઈ છે. જયારે સુરેન્દ્રનગરના આર.જે.જાડેજા, વી.એન.જાડેજા, કચ્છના જે.એ.ખાચર, મોરબીના ડી.જી.જેઠવા, દેવભૂમિ દ્રારકાના એસ.વી.ગળચર, જામનગરના આર.એ.ચનિયારા તેમજ હથિયારધારી ઢોડિયા એસઆર મળી ૧૦ પીએસઆઈ નવા આવ્યા છે. કુલ બીન હથિયારધારી પપ૧ તથા હથિયારધારી ૪૩ ફોજદાર મળી ૫૯૪ પીએસઆઈની બદલી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech