પોરબંદરમાં ‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ અંતર્ગત અભિયાન ચલાવનારા આગેવાનો દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની જન્મભૂમિને ખરા અર્થમાં રળીયામણું બનાવા માટે ગ્રીન પોરબંદરના પ્રોજેકટમાં મળેલા જબરા પ્રતિસાદ બાદ હવે પોરબંદરને સ્વરચ્છ બનાવાની સાથે પ્લાસ્ટીક મુક્ત બનાવા માટે સેવાભાવી સંસ્થા મેદાને આવી છે અને તેમાં શહેરની વિવિધ સંસ્થા અને સમાજના લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે. મારુ પોરબંદર સ્વચ્છ પોરબંદરના અભિયાનને લઈ વિલા સર્કિટ હાઉસ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ઉપસ્થિત દરેક સંસ્થા અને સમાજના આગેવાનો સહયોગ આપશે તેવો સુર વ્યકત કર્યો હતો. પોરબંદરમાં રેડક્રોસ અને પાયોનીયર કલબ, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબના સંયુકત ઉપક્રમે શહેરને હરીયાળુ બનાવાના અભિયાનને સફળતા મળી છે અને દશ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવાની કામગીરી ચાલી રહી છે આ અભિયાનને સફળ બનાવ્યા બાદ હવે પોરબંદરને સ્વચ્છ બનાવા અંગે અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જેના ભાગપ વિલા સર્કિટ હાઉસ ખાતે એક મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતુ રેડક્રોસના તાલુકા પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા, પાયોનીયર કલબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમારની અધ્યક્ષતામાં એક મીંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર શહેરની વિવિધ સંસ્થા અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પોરબંદરના સ્વચ્છ બનાવવા અંગે દરેક સંસ્થા અને સમાજના લોકોએ પોતાના સુચનો આપ્યા હતા જેમાં ખાસ કરીને સરકારી હોસ્પિટલ સહિતના જાહેર સ્થળોએ થતી ગંદકી દુર કરવા તેમજ જે મંદિર તેમજ જાહેર રસ્તા પર પશુઓને નાંખવામાં આવતા લીલા ઘાસચારાને કારણે સર્જાતી સમસ્યાનું નિરકારણ લાવા અંગેના સુચનો કરવામાં આવ્યા હતા સ્વચ્છતા અભિયાનમાં દરેક શહેરીજનો જોડાય તે માટે જનજાગૃતિ અભિયાન શ કરવામાં આવશે ખાસ કરીને નવરાત્રી દરમ્યાન પ્રાચીન-અર્વાચીન ગરબીમાં સ્વચ્છતા અંગેનો પ્રચાર કરવામાં આવશે તેમજ સ્કૂલ-કોલેજોમાં પણ સ્વચ્છતાને લઇ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ગાંધીજયંતી બાદ ચોપાટી ખાતે ભવ્ય સ્વચ્છતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે સ્વચ્છતા માટે કેટલીક સંસ્થાઓને સ્વૈચ્છીક જવાબદારીઓ પણ લીધી હતી.
અલગ-અલગ વિસ્તારો લેવાયા દત્તક
આ બેઠકમાં અલગ-અલગ વિસ્તારો દત્તક લેવામાં આવ્યા હતા અને ત્યાં સફાઇ કામ હાથ કરવામાં આવશે તેવું જાહેર થયુ હતુ જેમાં સાગરપુત્ર સમન્વય સહિતની પ્રવીણભાઇ ખોરાવાની સંસ્થાએ ભૂતનાથ મહાદેવ મંદિર વિસ્તાર સહિત હિન્દુ સ્મશાન ભૂમિમાં સફાઇની જવાબદારી લીધી છે તો ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઇ હાથીએ તેમના રહેણાંક વિસ્તાર ઠકકરપ્લોટમાં સફાઇની જવાબદારી ઉપાડી છે. દીપેનભાઇ ગોરસીયાએ બસસ્ટેશન સામે આવેલા બગીચાની સફાઇની કામગીરીની જવાબદારી લીધી છે તે ઉપરાંત ડો. પારેલીયાએ રોકડીયા હનુમાનથી ગાયત્રીમંદિર સુધીના હાઇવે અને ગાયત્રી મંદિરના પાછળના રસ્તાની સફાઇની જવાબદારી લીધી છે. નગરપાલિકાના પૂર્વપ્રમુખ સુનિલભાઇ ગોહેલના પુત્ર હર્ષ ગોહેલે બ્રહ્માકુમારી સેન્ટર પાસેના બગીચાની સફાઇ માટેની જવાબદારી લીધી છે.
આગેવાનોની ઉપસ્થિતિ
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા અને પ્રવીણભાઇ ખોરાવા થતા કો-ઓર્ડીનેટર ધર્મેશભાઇ પરમાર સહિતના નેતૃત્વમાં યોજાયેલ આ બેઠકમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય.બી. ઉનડકટ, પરેશ પારેખ, લાખણશીભાઇ ગોરાણીયા, નવઘણભાઇ મોઢવાડીયા, જતીન હાથી, મુકેશ પ્રેમજી પાજરી, કેતન બી. ધડુક, હાર્દિક તન્ના, રાજેશ જે. કકકડ, જીતેન્દ્ર એન. રાણીંગા, વિપીનભાઇ કકકડ, કેતન વી.પારેખ, અરજનભાઇ ખીસ્તરીયા, રુહી એમ. કોટીયા, મીના એમ. કોટીયા, આસોડીયા જ્યોતિ, જમરીયા નીપલ, હેતલબેન થાનકી, દિપ્તીબેન એચ. રામગીયા, નીલાબેન એસ. થાનકી, દીપા જે. ચાવડા, કમલાબેન જે. ચાવડા, પ્રમોદ કે. માવાની, ભીખુભાઇ દીપચંદ ભાવનાણી, ગોરેસરા દીપેન અરવિંદભાઇ, સુનિલ ડી. ગોહેલ, નિલેશ એચ. કિશોર, પ્રતીક પી. ભટ્ટ, મનીષ શાંતિલાલ,વિદીશ મોનાણી, જેટવા રાયદીપસિંહ, અશોક કોટેચા, દિવ્યેશ સોઢા, મહેન્દ્ર પોપટ, કપીલ કોટેચા, હર્ષ સુનિલભાઇ ગોહેલ, નરેશભાઇ સીંગડીયા, ધીરુભાઇ પાણખાણીયા,કુમનભાઇ, અરવિંદભાઇ ગાધેર, મોહનલાલ ટપુભાઇ જેઠવા, (મોચી સમાજ), જગદીશભાઇ કે. વાઢેર,પ્રદિપ વિનોદરાય ગજ્જર, દિલીપ હેમરાજ જેઠવા, નવિનચંદ્ર ઠાકરસી ચૌહાણ, વિનુભાઇ ડી. જેઠવા, ધીરજલાલ પ્રજાપતી સમાજ, સંજય શામજીભાઇ વારા, મનસુખભાઇ મોનાણી, જયંતીલાલ પી. છાયા(પ્રજાપતિ સમાજ), પ્રવીણભાઇ ગોહેલ, પ્રજાપતિ સમાજ ચેરીટેબલ પ્રમુખ, ડાયાલાલ અરજનભાઇ જાદવ, પ્રજાપતિસમાજ, અશોકભાઇ શામજીભાઇ વારા, પ્રમુખ સોરઠીયા પ્રજાપતિ સમાજ, ભીખુભાઇ લાલજીભાઇ કોરીયા મંત્રી સોરઠીયા પ્રજાપતિ, અક્ષય કિરિટભાઇ ગોહેલ ખજાનચી, ડી.એલ. ગોહિલ, નિલેષ ગોહેલ, પ્રવિણ ગોહેલ, ધવલભાઇ જોશી, નિલેષભાઇ ભુતીયા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech