કોચીંગ કલાસ સંચાલકના એકટીવાની ડેકીમાંથી પાકીટની ઉઠાંતરી

  • May 28, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

5600ની રોકડ, લાયસન્સ અને આધારકાર્ડ લઇ ગયા


જામનગરના લાખોટા તળાવ ગેઇટ નં. 1ના પાર્કિંગમાં કોચીંગ કલાસના સંચાલકે પોતાનું એકટીવા પાર્ક કર્યુ હતું, દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો ડેકીમાંથી રોકડ રકમ ભરેલુ પર્સ ઉઠાંતરી કરી જતા આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.


જામનગરના એરફોર્સ રોડ, કોમલનગર ખાતે રહેતા અને કોચીંગ કલાસ ચલાવતા મનોજભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.39) ગત તા. 19ના રોજ સવારના સુમારે તેમનું એકટીવા નં. જીજે10સીએમ-8815 લઇને તળાવની પાળે આવ્યા હતા અને ગેઇટ નં. 1ના પાર્કિંગમાં ગાડી રાખી હતી.


એકટીવાની ડેકીમાં એક બ્રાઉન કલરનું પાકિટ મુકયુ હતું, દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો એકટીવા બાઇકની ડેકી કોઇપણ રીતે ખોલી પર્સની ચોરી કરી ગયા હતા આ પર્સમાં 5600ની રોકડ, ફરીયાદીનું લાયસન્સ તથા ફરીયાદી અને તેના પુત્રના આધારકાર્ડ પાકીટમાં હતા, મનોજભાઇએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં અજાણ્યા ઇસમ સામે પાકીટ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application