આજે અમદાવાદમાં સંગીતનો મહાસાગર છલકાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ શરૂ થઈ ગયો છે. અને આ ઉત્સવમાં જોડાવા માટે દેશભરમાંથી ચાહકો ઉમટ્યા હતા.
વહેલી સવારથી જ સ્ટેડિયમની બહાર ચાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. દરેક ચાહકના ચહેરા પર કોલ્ડપ્લેના ગીતોની ધૂન સંભળાતી હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈ, દિલ્લી, બેંગ્લોર, જયપુર સહિતના શહેરોમાંથી આવેલા ચાહકો આ કોન્સર્ટ માટે અહીં એકઠા થયા છે.
સ્ટેડિયમના દરવાજા ખુલતા જ ચાહકોએ દોડ લગાવીને પોતાની જગ્યાઓ પકડી લીધી હતી. કોલ્ડપ્લેના સંગીતના જાદુમાં યુવાઓ ખોવાઈ ગયા હતા.
અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને હિન્દીમાં "આપકા બહુત સ્વાગત હૈ" કહીને શહેરવાસીઓનું દિલ જીતી લીધું. આ સાથે જ તેમના ધમાકેદાર પરફોર્મન્સ અને સ્ટેડિયમને પ્રકાશથી ઝળહળાવતી લાઇટિંગે કોન્સર્ટને અવિસ્મરણીય બનાવી દીધું.
લાખોની સંખ્યામાં એકઠા થયેલા ચાહકોએ ક્રિસ માર્ટિન અને કોલ્ડપ્લે બેન્ડના ગીતો પર જોશથી નાચી-ગાઈને માહોલને ઉત્સાહિત કર્યો. કોન્સર્ટ દરમિયાન ક્રિસ માર્ટિને વારંવાર ગુજરાતી અને હિન્દી શબ્દોનો ઉપયોગ કરીને ભારતીય ચાહકો સાથે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech