શિયાળો હવે તેનો ઓરીજીનલ રગં પકડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે અને આગામી સમયમાં ઠંડીનો પ્રકોપ વધશે તેવી સંભાવનાઓ વ્યકત કરી છે.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૮.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોચી ગયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. પર્વતોમાં હિમવર્ષા બાદ ઉત્તર ભારતમાં આગામી ૪ દિવસમાં તાપમાનમાં મોટાપાયે ઘટાડો થવાની સંભાવના છે.
રાજધાની દિલ્હીમાં ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું પસાર થતાંની સાથે જ શિયાળાએ જોર પકડવાનું શ કયુ છે અને ઠંડીએ તેની અસર બતાવવાનું શ કયુ છે. સતત બીજા દિવસે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૮.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હી–એનસીઆરના લોકોએ ૮ ડિસેમ્બર પછી સખત શિયાળા માટે તૈયાર રહેવું પડશે.
સવાર–સાંજ ફંકાતા ઠંડા પવનોને કારણે હવે પહેલા કરતા ઠંડીનો અહેસાસ વધુ જોવા મળી રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન હવામાન ચોખ્ખું રહે છે અને સૂર્ય ચમકી રહ્યો છે જે લોકોને રાહતની વાત છે. શુક્રવારે પણ દિલ્હીમાં રાત્રિનું તાપમાન ૮.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. અગાઉ ગુવારે પણ લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે અને તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે.
આગામી સાહે રાજસ્થાનમાં કોલ્ડવેવની શકયતા
રાજસ્થાનમાં આવતા અઠવાડિયે શિયાળો જોર પકડી શકે છે અને આ દરમિયાન રાયના ઉત્તરીય ભાગો, 'શેખાવતી વિસ્તાર'માં કેટલાક સ્થળોએ શીત લહેરોની અપેક્ષા છે. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આગામી સાહ દરમિયાન રાયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ૨–૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તેમજ ૧૦–૧૨ ડિસેમ્બરના રોજ શેખાવતી વિસ્તારમાં લઘુત્તમ તાપમાન ત્રણથી છ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે અને કેટલીક જગ્યાએ શીત લહેર આવવાની શકયતા છે. જો કે રાજયમાં કયાંય ગાઢ ધુમ્મસની શકયતા નથી. રાયમાં છેલ્લા ૨૪ કલાકમાં હવામાન એકંદરે શુષ્ક રહ્યું હતું. સાંગ્રીયા (હનમાનગઢ)માં ગઈકાલે રાત્રે સૌથી ઓછું તાપમાન ૬.૫ ડિગ્રી સેલ્સિયસ હતું.
કાશ્મીર ખીણમાં રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે
શુક્રવારે કાશ્મીરમાં ઠંડીમાં વધારો થયો હતો અને લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે જવાને કારણે ખીણના મોટાભાગના વિસ્તારોમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે શુષ્ક હવામાનને કારણે કાશ્મીરમાં રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સિઝનમાં તાપમાન સામાન્ય કરતા ૧.૨ થી ૩.૨ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૪.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે અને તે આગલી રાત કરતાં પણ બે ડિગ્રી ઓછું છે. કાઝીગુંડમાં પણ લઘુત્તમ તાપમાન માઈનસ ૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને આ આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છે. ભારતીય હવામાન વિભાગ એ આગાહી કરી છે કે શનિવાર સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે અને રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech