રાજયના મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે અને તેના કારણે સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. પરંતુ આવતીકાલથી લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફારની કોઈ શકયતા નથી અને તેના કારણે ઠંડીનું જોર સામાન્ય રહેશે. પવનની ગતિમાં વધારો થવાના કારણે ગિરનાર રોપવે બધં રાખવામાં આવ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટ સુરત ડીસા સહિત રાયના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.પરંતુ ગઈકાલે તેમાં સરેરાશ ચાર ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને મોટાભાગના શહેરોમાં ૩૦ ડિગ્રી આસપાસ અથવા તો તેનાથી નીચું મહત્તમ તાપમાન બુધવારે નોંધાયું છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં ૩૦ મહત્પવામાં ૩૧ કંડલામાં ૩૦.૬ અમદાવાદમાં ૩૦.૭ ગાંધીનગરમાં ૩૦.૨ વલ્લભ વિધાનગરમાં ૩૦.૯ વડોદરામાં ૩૦.૪ અને સુરતમાં ૩૦.૮ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તે સિવાય બાકીના તમામ સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રીથી નીચે રહ્યો હતો.
આજના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદ ડીસા સુરત ભુજ રાજકોટમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગર ભાવનગર વેરાવળમાં બે ડિગ્રી જેટલું અને અમરેલી દ્રારકામાં દોઢ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઊતયુ છે. ઓખા પોરબંદર અને વડોદરાના લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થયો છે.
આજે નલિયામાં ૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે, જે ગઈકાલ કરતા એકાદ ડિગ્રી વધુ છે અમરેલીમાં ૧૪ ભાવનગરમાં ૧૬ દ્રારકામાં ૧૭ ઓખામાં ૧૯.૬ પોરબંદરમાં ૧૪.૭ રાજકોટમાં ૧૨.૭ ગિરનાર પર્વત ઉપર ૧૧.૯ જુનાગઢ શહેરમાં ૧૬.૯ ડિગ્રી અને વેરાવળમાં ૧૬.૭ ડીગ્રી આજે લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે અમદાવાદમાં ૧૪.૨ ડીસામાં ૧૩.૯ ગાંધીનગરમાં ૧૧.૮ વડોદરામાં ૧૫.૪ અને સુરતમાં ૧૭.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ પૂર્વના રાયોને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ખાસ વધઘટ થશે નહીં અને રાબેતા મુજબનું જ વાતાવરણ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર માટે નોર્થ ઝોન બનશે
January 23, 2025 02:54 PMસુરત બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, મિત્રના ઘરે જઈ ઢળી પડ્યો
January 23, 2025 02:37 PMજામનગરમાં બે શેડ ખરીદવાના બહાને ૧.૪૦ કરોડની છેતરપીંડી
January 23, 2025 01:43 PMહાલારની નગરપાલિકાઓમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ
January 23, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech