ગિરનાર પર્વત પર ૮.૬ ડિગ્રી: ઠંડીનું જોર વધ્યું

  • December 07, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુતમ તાપમાનનો પારો છેલ્લા ત્રણ દિવસથી લગભગ સ્થગિત જેવો રહ્યા પછી આજે તેમાં ઘટાડો શ થયો છે. ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન ૮.૬ ડિગ્રી નોંધાયું હતું. જુનાગઢ શહેરમાં ૧૩.૬ અને ભવનાથ તળેટીમાં ૧૧.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
રાજકોટમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાન એકાદ ડિગ્રી નીચે ઊતયુ છે. રાજકોટમાં ગઈકાલે ૧૬.૩ અને આજે ૧૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાયના અન્ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી જેટલો નીચે ઉતરશે અને ઠંડીનું જોર વધશે. ઠંડીની વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વધુ જોવા મળશે. રાજસ્થાનના ઉત્તર તરફના ભાગમાં આગામી તારીખ ૧૦ થી ૧૨ દરમિયાન કોલ્ડ વેવની ચેતવણી પણ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે"


બંગાળની ખાડીમાં સર્જાયું નવું લો પ્રેસર કાલે હિમાલયન રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન
પૂર્વ, પૂર્વેાત્તર અને દક્ષિણના રાયોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: જમ્મુ–કશ્મીર, લદાખમાં હિમવર્ષાની ચેતવણીઆજકાલ પ્રતિનિધિ–રાજકોટ
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસર નાબૂદ થઈ ગઈ છે ત્યાં આજે સવારે બંગાળની ખાડીમાં સકર્યુલેશન સાયકલોનીક સકર્યુલેશન ઉદભવ્યું છે આ સિસ્ટમ ઘણી પ્રભાવશાળી હોવાથી ૧૨ કલાકમાં જ તે લો પ્રેસરમાં પરિવર્તિત થઈ ગઈ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ બંગાળની ખાડીની આસિસ્ટન્ટ નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહી છે અને તે તારીખ ૧૨ સુધીમાં શ્રીલંકા અને તામિલનાડુ વચ્ચેના દરિયામાં પહોંચશે.
હવામાનની અસર પહોંચાડે તેવી આવી બીજી સિસ્ટમ હિમાલયનો રીજીયનમાં આવતીકાલે ઊભી થવાની છે આ વિસ્તારમાં એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન સર્જાવાનું છે અને તેની અસરના ભાગપે જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખડં સહિત સમગ્ર હિમાલયન માં મેઘગર્જના અને તોફાની પવન સાથે હિમવર્ષા અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ બિહાર આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણના રાયો તામિલનાડુ પોંડીચેરી કેરલા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application