ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ મધ્ય ભારતમાં વરસાદની આગાહી

  • December 26, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે રહ્યો હતો. આઈએમડીએ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલના ભાગોમાં અતિવૃષ્ટ્રિની ચેતવણી જારી કરી છે. બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે મધ્ય ભારત અને દિલ્હી–એનઆરસીમાં વરસાદ પડશે. પર્વતોમાં હિમવર્ષાને કારણે, શ્રીનગરમાં પારો માઈનસ ૬ ડીગ્રી નોંધાયો હતો.
ત્રણ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા અટારી અને લેહ, કુલ્લુમાં સાંજથી ઓટ, કિન્નૌરમાં ખાબ સંગમ અને લાહૌલ–સ્પીતિમાં ગ્રમ્ફ સહિત કુલ ૧૩૪ રસ્તાઓ બધં કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, શિમલામાં સૌથી વધુ ૭૭ રસ્તાઓ બધં છે, યારે કુલ્લુમાં ૨૫, લાહૌલ–સ્પીતિમાં ૩૬ અને મંડીમાં ૧૪ રસ્તાઓ બધં છે. હવામાન વિભાગનું કહેવું છે કે શુક્રવાર અને શનિવારે રાયના કેટલાક ભાગોમાં ખાસ કરીને શિમલામાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
શ્રીનગર ગુલમર્ગ કરતાં વધુ ઠંડું રહ્યું. અહીં તાપમાનનો પારો માઈનસ ૬.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જોકે, શ્રીનગરમાં આ સિઝનમાં અત્યાર સુધી કોઈ હિમવર્ષા થઈ નથી. હિમાચલમાં હિમવર્ષા બાદ ત્રણ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા સહિત લગભગ ૧૩૪ રસ્તાઓ બધં કરી દેવામાં આવ્યા છે. કોકસરમાં મહત્તમ ૫.૬ સેમી હિમવર્ષા થઈ હતી. લાહૌલ–સ્પીતિ જિલ્લાનું તાબો સૌથી ઠંડું હતું. અહીં રાત્રિનું તાપમાન માઈનસ ૧૦.૬ ડિગ્રીથી નીચે રહ્યું હતું.
દિલ્હીમાં ધુમ્મસના કારણે ૧૮ ટ્રેનો મોડી પડી છે. લાહૌલ–સ્પીતિમાં બરફવર્ષાનો આનદં માણવા આવેલા ૧૦૦ જેટલા પ્રવાસીઓના વાહનો અટવાઈ પડા હતા. સેકટર ૨ માં તૈનાત જિલ્લા પોલીસની ટીમે લગભગ ૨૦ વાહનોને બચાવ્યા અને પ્રવાસીઓને બરફથી ઢંકાયેલા વિસ્તારમાંથી બહાર કાઢા હતા.

માઉન્ટ આબુ ૩.૮ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આગામી ૨૪ કલાકમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે. જેના કારણે દિવસભર વાદળો રહેશે અને શુક્રવારે સ્પષ્ટ્ર થશે. હવામાન વિભાગે રાયના ૨૭ જિલ્લામાં કરા અને વરસાદનું એલર્ટ જાહેર કયુ છે. રાયમાં આગામી ૪ દિવસ સુધી કડકડતી ઠંડી પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application