સૌરાષ્ટ્ર્ર કચ્છમાં કોલ્ડ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કર્યા પછી મોટાભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. શિયાળાની ચાલુ સિઝનમાં પ્રથમ વખત રાજકોટમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં આવી ગયું છે. આજે રાજકોટમાં ૯.૭ ગીરનાર પર્વત ઉપર ૫.૧ અને નલિયામાં ૫.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમરેલીમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રી નોંધાયું છે. ભાવનગરમાં ગઈકાલે ૧૪.૭ અને આજે ૧૩.૮ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં સામાન્ય ઘટાડા સાથે આજે ૧૧ ડીગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે. ડીસામાં મિનિમમ ટેમ્પરેચરમાં સામાન્ય વધારો થયો છે. ગઈકાલે ૧૦.૩ અને આજે ૧૦.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમદાવાદ સુરતમાં લઘુતમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ આજે વધારો થયો છે. વડોદરામાં પણ બે ડિગ્રી જેટલું તાપમાન ઐંચકાયું છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયભરમાં લઘુતમની સાથો સાથ મહત્તમ તાપમાન પણ નીચે ઉતરી રહ્યું છે અને બધે જ ૩૦ ડિગ્રી નીચે મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી ત્રણ દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરશે. રાજસ્થાન ઉત્તર પ્રદેશ જમ્મુ કશ્મીર પંજાબ ચંદીગઢ મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં કોલ્ડ વેવ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશમાં સૌથી નીચું તાપમાન હરિયાણાના હિસાર અને રાજસ્થાનના ચૂમાં ૪.૫ ડિગ્રી નોંધાયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેસર આગામી ૨૪ કલાક દરમિયાન તામિલનાડુ અને શ્રીલંકાના દરિયાકાંઠા વચ્ચે ત્રાટકશે અને ત્યારે તેની ગતિ ૪૫ થી ૫૫ કિલોમીટર આસપાસ રહેવાની શકયતા છે. આ સિસ્ટમના કારણે તામિલનાડુ પુડીચેરી કર્ણાટક આંધ્રપ્રદેશ કેરલા અને અંદામાન નિકોબારમાં આગામી તારીખ ૧૩ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech