ઠંડી સમ ખાવા પૂરતી: ૧૧ સેન્ટરોમાં ૩૦થી ૩૩.૧ ડિગ્રી મહત્તમ તાપમાન

  • January 02, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળાની સિઝનમાં ઠંડી હવે માત્ર સમ ખાવા પૂરતી રહી ગઈ છે. મોડી સાંજથી સવાર સુધી ઠંડીનો ચમકારો લોકો અનુભવે છે. પરંતુ સૂર્યેાદય થતાની સાથે જ ગરમી શ થઈ જાય છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે. રાજકોટ સહિત રાયના ૧૧ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૩.૧ ડિગ્રી નોંધાયું છે.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં ૩૧ પોરબંદરમાં ૩૦.૬ રાજકોટમાં ૩૨.૩ સુરેન્દ્રનગરમાં ૩૧.૩ મહત્પવામાં ૩૧.૮ ડીસામાં ૩૦.૨ વડોદરામાં ૩૦.૪ સુરતમાં ૩૧.૬ દમણમાં ૩૦ ડાંગમાં ૩૩.૧ અને નર્મદા માં ૩૨.૧ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે નલિયામાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઐંચકાયું છે અને આજે નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી નોંધાયું છે. આ સિવાય સમગ્ર રાયમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહેવા પામ્યું છે. ભુજમાં ૧૨.૬ અમરેલીમાં ૧૫.૪ ભાવનગરમાં ૧૬.૩ દ્રારકામાં ૧૭ ઓખામાં ૨૦ પોરબંદરમાં ૧૨ રાજકોટમાં ૧૨.૪ અને વેરાવળમાં ૧૮.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર–પાંચ દિવસ સુધી લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો સામાન્ય વધઘટ સાથે લગભગ યથાવત જ રહેશે, ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને બપોરે ગરમી વધશે.
આગામી તારીખ ૪ ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે અને ત્યાર પછી પૂર્વ દિશામાંથી પવનનો ફુકાવાનું ચાલુ રહેશે તો ઠંડીના પ્રમાણમાં ફરી વધારો થવાની શકયતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application