આજથી ત્રણ દિવસ ઠંડી વધશે તેવી હવામાન ખાતાની આગાહી
જામનગર સહિત સમગ્ર હાલારમાં હવે શિયાળાની શઆત થઇ ચૂકી હોય તેમ લાગે છે, ગઇકાલે સાંજે હવામાનમાં થોડો પલ્ટો આવ્યો હતો અને વાતવરણમાં ઠંડક પ્રસરી હતી, ચારેક દિવસ બાદ હજુ ઠંડીનો વધુ ચમકારો જોવા મળશે, તાપમાન નીચુ ઉતરતા જ લોકોએ વધુ ઠંડીનો અહેસાસ કર્યો હતો, આગામી ત્રણ દિવસમાં ઠંડી વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ઠંડીને કારણે ગામડાના જનજીવનને પણ થોડી અસર થઇ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 17.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 30.5 ડીગ્રી, હવામાં ભેજ 60 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, ત્રણ-ચાર દિવસમાં જ ઠંડી વધતી જશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શ થઇ છે, હજુ તો શઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.
એક તરફ શિયાળો મોડો શ થયો છે, હવામાં ભેજ પણ ઘટી ગયો છે, બપોરે ગરમીમાં ઘટાડો થયો છે અને સવાર-સાંજ ઠંડો પવન જોવા મળ્યો છે, લોકો હવે ગરમ કપડા, સ્વેટરનો ઉપયોગ હવે ધીમે-ધીમે શ કરશે, જો કે આજે સવારે ગઇકાલ કરતા ઠંડી થોડી વધી હતી અને હવે ગરમ કપડાની બજાર પણ વધુ ગરમ બનશે. ગામડાઓમાં ઠંડીને કારણે જનજીવન પર થોડી અસર થઇ છે અને ત્રણેક દિવસ બાદ વધુ ઠંડી પડવાની આગાહી હોય લોકોમાં પણ થોડો ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ બે-ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જો કે દેવ દિવાળી પછી જે ઠંડી પડવી જોઇએ તે હજુ પડી નથી ત્યારે ખેડુતો પણ હવે શિયાળુ પાકની તૈયારીમાં લાગી ગયા છે, આ વખતે મગફળીનું પણ સા એવું ઉત્પાદન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech