હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ રાજસ્થાન આંધ્રપ્રદેશ તમિલનાડુ પુડીચેરી પંજાબ સહિતના રાયોમાં વરસાદ શ થઈ ગયો છે. ગુજરાત સહિતના અનેક રાયોમાં આજથી માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ તમિલનાડુ પુડીચેરી મા વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલ રાતથી હિમાલયન રિજીયનમાં નવું એકિટવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવાથી તેની અસરના ભાગપે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચાવાનું શ થયું છે.
હવામાન ખાતાની ગુજરાત કચેરીના જણાવ્યા મુજબ આજે રાજકોટમાં ૮૮ નલિયામાં ૮૮ ઓખા ભાવનગર અને વડોદરામાં ૮૩% ભેજ થઈ ગયો છે. ભેજના પ્રમાણમાં હજુ સતત વધારો થશે અને દરિયા તરફથી આવી રહેલા ભેજના કારણે માવઠાની શકયતા ઊભી થઈ છે.
વાતાવરણમાં બીજો મોટો પલટો એ આવ્યો છે કે આજથી રાયના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સામાન્યથી પાંચ ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. ગિરનાર પર્વત અને નલિયાને બાદ કરતાં બધે જ લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં આવી ગયું છે. નલિયામાં આજે લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીના વધારા સાથે ૯.૮ ડિગ્રી નોંધાયું છે યારે ગિરનાર પર્વત ઉપર આજનું લઘુતમ તાપમાન ૮.૧ ડીગ્રી રહેવા પામ્યું છે. જૂનાગઢમાં ૧૩.૧ અને ભવનાથ તળેટીમાં ૧૧.૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬% થઈ ગયું છે.
અમરેલીમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૯.૭ ડિગ્રી હતું તે આજે ૪ ડીગ્રી વધીને ૧૩.૬ ડિગ્રી થઈ ગયું છે. રાજકોટમાં ગઈકાલે ૯.૮ અને આજે ૧૧ પોરબંદરમાં ગઈકાલે ૧૨.૨ અને આજે ૧૪.૬ વેરાવળમાં ગઈકાલે ૧૪.૭ અને આજે ૧૫.૮ ઓખામાં ગઈકાલે ૧૭ અને આજે ૧૭.૬ દ્રારકામાં ગઈકાલે ૧૫.૪ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં પણ ચાર ડિગ્રીનો વધારો લઘુતમ તાપમાનમાં નોંધાયો છે. ભાવનગરમાં ગઈકાલે ૧૩.૪ અને આજે ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં એકમાત્ર ભુજમાં આજે લઘુતમ તાપમાન સામાન્ય નીચે ઉતયુ છે. ભુજમાં ગઈકાલે ૧૧.૪ અને આજે ૧૦.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
લઘુતમ તાપમાનમાં સૌથી મોટો વધારો વડોદરામાં જોવા મળ્યો છે. ગઈકાલે ૧૪ અને આજે ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન વડોદરામાં રહેવા પામ્યું છે.
ડીસામાં બે ડિગ્રીના વધારા સાથે આજે ૧૫.૩ અને અમદાવાદમાં સાડા ત્રણ ડિગ્રીના વધારા સાથે આજે ૧૮.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ૩ થી ૪ ડિગ્રી જેટલું તાપમાન વધી જશે. વાદળો અને ભેજવાળા વાતાવરણને કારણે સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ભાવનગર અને કચ્છ જિલ્લામાં આજે માવઠાની શકયતા છે. આવતીકાલે અમરેલી ભાવનગર અને કચ્છ ઉપરાંત રાજકોટ જુનાગઢ જિલ્લામાં પણ માવઠાની શકયતા છે. સૌરાષ્ટ્ર્રના આ જિલ્લાઓ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech