શહેરની ગિરિરાજ હોસ્પિટલના કેન્ટીનમાં કેન્ટીન સંચાલક આશાપુરા કેટરર્સ દ્રારા રાખવામાં આવેલા અનાજ તેમજ ધાન્યના જથ્થામાંથી કનેડા અને જીવાતો મળતા તેમજ ફડ લાઇસન્સ પણ ન હોય નોટિસ ફટકારવામાં આવી હતી અને વાસી તેમજ અખાધ ૩૦ કિલો જથ્થાનો નાશ કરાયો હતો.
વિશેષમાં અંગે રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચ ના સિનિયર ડેઝીનેટેડ ફડ ઓફિસરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગિરિરાજ હોસ્પિટલ કેન્ટીન, નવયોત પાર્ક, ૧૫૦ ફટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ આશાપુરા કેટરર્સની તપાસ કરતા પેઢીના કિચનમાં સંગ્રહ કરેલ ઘઉંનો લોટ બાજરનો લોટ ચણાદાળમાં જીવાત ધનેડા જોવા મળેલ તેમજ સ્થળ ઉપર સંગ્રહ કરેલ પ્રિપેર્ડ– ફડ વાસી તથા અનહાઈજેનિક રીતે રાખેલ જોવા મળતા કુલ મળીને ૩૦ કિલો અખાધ જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ઉપરોકત કાર્યવાહી ઉપરાંત ફડ વિભાગની ટીમ તથા વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના સત્યસાંઈ મેઇન રોડ તથા યુનિવર્સિટી રોડ કેન્સર હોસ્પિટલ બાજુના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૪૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૪૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી
તુલસી બ્રાન્ડ ધાણા જીમાં પેસ્ટીસાઇડસની માત્રા વધુ મળતા સેમ્પલ ફેઇલ; કેસ કરાશે
રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગ દ્રારા લેવામાં આવેલ તુલસી બ્રાન્ડ ધાણાજીં પાઉડરનો નમૂનો પુથ્થકરણ રિપોર્ટમાં અનસેફ (ફેઇલ) જાહેર થયેલ છે.ફડ વિભાગ દ્રારા માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ ડી–૨૮, આર.ટી.ઓ. બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ તુલસી ધાણાજીં પાઉડર (૨૦૦ ગ્રામ પેકડ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં હાજર પેસ્ટીસાઈડસની માત્રા ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો અનસેફ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિકયુકશન કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech