1.87 લાખ એમએસએમઇના વિકાસ માટે કલસ્ટરની કવાયત

  • July 18, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાનો પણ રાઈનો દાણો કહેવતને રાજકોટની એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝએ સાબિત કરી બતાવ્યું છે. રાજકોટ જિલ્લામાં વેગ પકડ્યો છે અને કુલ 1.87 લાખ યુનિટ કાર્યરત છે. જેમાં માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ માં 1.78 લાખ,સ્મોલમાં 7463 અને મીડીયમમાં 834 યુનિટનો દેશના જીડીપીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આ ઇન્ડસ્ટ્રીઝમાં સર્વિસ અને ટ્રેડર્સ નો પણ સમાવેશ થયો છે. મહત્વપૂર્ણ યોગદાન ના કારણે સૌરાષ્ટ્રની આ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવા પર ભાર મુકાઈ રહ્યો છે.. એન્જિનિયરિંગ ,ઓટો પાટ્ર્સ, કાસ્ટિંગ, જેમ્સ એન્ડ જવેલરી, હાર્ડવેર, પેકેજીંગ કિચનવેલ ટેક્સટાઇલ જીનિંગને વિવિધ કલસ્ટર બનાવવા અંગેની કવાયત તેજ બનાવવામાં આવી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કે.વી.મોરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 1.87 લાખ યુનિટો કાર્યરત છે અને લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ બુસ્ટરડોઝનું કામ કરી રહી છે.લઘુ અને મધ્યમ ઉદ્યોગો કોઈ પણ દેશના ટકાઉ વિકાસમાં નાના તેમજ મધ્યમ કદના ઉદ્યોગોનું મહત્ત્વનું યોગદાન હોય છે.છ દેશના જીડીપીમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો 33 ટકા જેટલો માતબર ફાળો છે.વિકાસની સાથે સાથે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરવું એ હંમેશા સરકાર માટે એક મોટો પડકાર સાબિત થયો છે. પ્રમાણમાં નાના ઉદ્યોગ કર્મીઓને તેમના એમએસએમઇ સ્થાપવામાં મદદ પૂરી પાડીને આપણે યુવાનોની બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. ઉદ્યોગની વાત આવે ત્યારે રાજકોટનું નામ મોખરે આવે છે.
રાજકોટ જિલ્લામાં હાલની સ્થિતિએ 1.87 લાખ એમ.એસ.એમ.ઈ. નોંધાયેલા હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કે.વી. મોરીએ જણાવ્યું હતું. જિલ્લામાં 56,895 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યારે 65,219 સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ છે. જિલ્લામાં માઇક્રો સ્કેલના 1,17,261 યુનિટ, સ્મોલ સ્કેલના 4,427 યુનિટ તથા મીડિયમ સ્કેલના 426 યુનિટ કાર્યરત છે. મહત્વનું છે કે, રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં એમ.એસ. એમ.ઈ.ના વિકાસ માટે ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવા પર ભાર મુકાઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application