આગામી વર્ષમાં કેન્સર આધારીત પ્રોજેક્ટસ કેન્દ્રસ્થાને રહેશે
તાજેતરમાં જામનગરમાં 'રોટરી ક્લબ ઓફ છોટીકાશી' નાં સ્થાપના દિનની વાર્ષિક ઉજવણીનો સમારંભ એરપોર્ટ પાસે આવેલ સ્પેશ્યલ્સ રેસ્ટ્રો એન્ડ કાફેમાં યોજાયો હતો. આ તકે પ્રેસિડન્ટ સહિતનાં વર્તમાન હોદ્દેદારોએ આગામી હોદ્દેદારોને સત્તાનું હસ્તાંતરણ કર્યુ હતું.સમારંભમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી રહેલ પ્રેસિડેન્ટ અશોક દોમડીયાએ ક્લબની કમાન આગામી પ્રેસિડેન્ટ ડો. બ્રિજેશ રૂપારેલિયાને સુપ્રત કરી હતી.
આઉટગોઇંગ સેક્રેટરી કેવલ મોમાયા દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરી ક્લબની સિદ્ધીઓ ઉજાગર કરવામાં આવી હતી.આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અશોક દોમડિયાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ડો. બ્રિજેશ રૂપારેલીયાએ સત્તાવાર રીતે ક્લબની કમાન સંભાળ્યા પછી પ્રથમ સંબોધનમાં આગામી વર્ષમાં કેન્દ્રસ્થાને કેન્સર સંબંધિત પ્રોજેકટ રહેવાની માહિતી આપી હતી.
ડિસ્ટ્રીક્ટ ગર્વનર તુષાર શાહે પોતાનાં વક્તવ્યમાં સમાજની જરૂરીયાત આધારીત પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહ્વાન કર્યુ હતું. સમારંભમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂંક થઇ હતી જે અંતર્ગત પ્રેસિડેન્ટ તરીકે ડો. બ્રિજેશ રૂપારેલીયા, સેક્રેટરી તરીકે વત્સલ ખીમસીયા, ઉપપ્રમુખ તરીકે ભગીરથસિંહ ઝાલા, ક્લબનાં ફાઉન્ડર જસ્મિન પટેલ, મેમ્બરશીપ ચેર હમીર ઓડેદરા, એક્ઝિક્યુટિવ સેક્રેટરી સંદિપ ગણાત્રા સહિતનાં હોદ્દેદારોએ પદભાર ગ્રહણ કર્યો હતો.
સમારંભમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ એઆઈ સર્જીત સૂચનો - અનુમાનો પણ રજૂ કરી ટેક્નોલોજીનાં આધારે પણ નવા અભિગમ સાથે આગળ વધવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech