આબોહવા-સંબંધિત ફેરફારો જેમ કે ગરમી, જંગલની આગ, પૂર, દુષ્કાળ, રોગો અને દરિયાની વધતી સપાટી વગેરેએ શૈક્ષણિક પરિણામો પર પ્રતિકૂળ અસર કરી છે. ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ (જીઈએમ)માં આ દાવો કરવામાં આવ્યો છે. યુનેસ્કો, મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુએટિંગ ક્લાઈમેટ કોમ્યુનિકેશન એન્ડ એજ્યુકેશન (એમઈસીઈ) અને યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવન, કેનેડા દ્વારા વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ જણાવે છે કે મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં, આબોહવા સંબંધિત ઘટનાઓને કારણે દર વર્ષે શાળાઓ બંધ થઈ રહી છે. જેના કારણે શિક્ષણને નુકશાન થવાની અને વિદ્યાર્થીઓ શાળા છોડી જતા હોવાની શક્યતાઓ વધી રહી છે.
અહેવાલમાં જણાવાયું છે કે આબોહવા-સંબંધિત ઘટનાઓને કારણે મોટા ભાગના ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં દર વર્ષે શાળાઓ બંધ થઈ રહી છે, જેના કારણે ભણતરમાં ખોટ અને વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટનું જોખમ વધી રહ્યું છે. આબોહવા પરિવર્તન-સંબંધિત સીધી અસરમાં શિક્ષણના માળખાના વિનાશ તેમજ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શાળાના કર્મચારીઓના મૃત્યુ અને ઈજાનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ, છેલ્લા 20 વર્ષમાં ઓછામાં ઓછી 75 ટકા હવામાન સંબંધિત ઘટનાઓ શાળા બંધ થવામાં પરિણમી છે, જેના કારણે 50 લાખ કે તેથી વધુ લોકોને અસર થઈ છે. પૂર અને ચક્રવાત સહિતની વારંવાર કુદરતી આફતોના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મૃત્યુ પણ થયા છે અને શાળાની ઇમારતોને પણ નુકસાન થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2019માં આત્યંતિક હવામાનની ઘટનાઓથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોમાંથી 8 ઓછી અથવા ઓછી મધ્યમ આવક ધરાવતા દેશો છે. બાળકો માટે અત્યંત ઉચ્ચ આબોહવા જોખમો ધરાવતા 33 દેશોમાંથી 29 નાજુક દેશો પણ ગણાય છે. લગભગ એક અબજ લોકો તેમાં રહે છે. તે કહે છે કે હવામાન પરિવર્તન પણ વિસ્થાપ્નનું જોખમ વધારે છે અને આ એક કારણ છે કે આંતરિક વિસ્થાપ્ન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. વર્ષ 2022 દરમિયાન આફતોને કારણે 3.26 કરોડ લોકો આંતરિક રીતે સ્થળાંતરિત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech