સૌરાષ્ટ્ર્રભરમાં થતાં ખનીજ ખનનમાં ખાણ ખનીજ વિભાગથી લઈ પોલીસના હાથ કાળા હોય છે અથવા તો ફરજ ચુકે છે. આવા કાળા હાથ ધરી ખાણ ખનીજ વિભાગના સુરેન્દ્રનગર ચેક પોસ્ટના નાકા કલાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ ઉ.વ.૫૫ તથા ખાનગી સિકયુરીટી ગાર્ડ ગિરીશ હીરાભાઈ ઝાલા ઉ.વ.૪૭ને રાજકોટ એસીબીના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબી ટીમે ૧૦૦૦ની લાંચ લેતાં પકડી પાડયા છે.
સુરેન્દ્રનગર જિલ્લ ાના ખનીજ પરિવહનમાં ચાલતા ડમ્પર રોકીને એન્ટ્રીના તથા હેરાનગતિ નહીં કરવાના ડમ્પર દીઠ ૫૦૦નો હો કલાર્ક સાજીદખાન માગતો હતો, ત્રણ ડમ્પર ધરાવતા એક વ્યકિતને હો આપવો ન હતો. જેથી તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ડમ્પર માલીકે ૧૫૦૦ નહીં પરંતુ ત્રણેય ડમ્પરના એક હજાર રૂપિયા રાખો તેવી વાતચીત કરી હતી અને કલાર્ક સાજીદખાન તૈયાર થઈ ગયો હતો.
એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબીના પીએસઆઈ લાલીવાળાએ મોરબી એસીબી સ્ટાફને સાથે રાખી ટ્રેપ ગોઠવી હતી. નકકી થયા મુજબ અમદાવાદ નેશનલ હાઈવે કટારીયા ગામ પર ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર નાણાં દેવાનું નકકી થયું હતું. નાકા કલાર્ક સાજીદખાન તથા સિકયુરીટી ગાર્ડ ગિરીશ ઝાલા બન્ને લાંચ લેતાં એસીબીની ટીમે ઝડપી લીધા હતા. બન્ને શખસો કોની કોની પાસેથી અત્યાર સુધીમાં લાંચ લીધી તે સહિતના મુદ્દે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech