દેવભૂમિના મંદિરોની સધન સફાઈ: રામનગરના રામ મંદિરને સ્વચ્છ, સુઘડ બનાવતા કાર્યકરો

  • January 15, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ તારીખ ૧૪ થી ૨૨ જાન્યુઆરી એટલે કે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં તેમજ સૌના જિલ્લામાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના મુજબ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિવિધ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની આગેવાની હેઠળ સમગ્ર જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા આ ધર્મસ્થળ સફાઈ અભિયાનમાં ખંભાળિયા તાલુકા મંડળમાં ગઈકાલે રવિવારે મંડળનાં પ્રભારી રાજુભાઈ સરસિયા, કશ્યપભાઈ ડેર તેમજ મંડળ પ્રમુખ સી.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ અહીંના રામનગર વિસ્તારમાં આવેલા રામમંદિર ખાતે સધન સફાઈ કાર્ય કરાયું હતું.
આ આયોજન દરમિયાન જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણજારીયા, જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ભરવાડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવુભાઈ કછટીયા, તાલુકા મંડળના મહામંત્રી શામજીભાઈ નકુમ તથા ભીંડા, રામનગર, હર્ષદપુર અને ધરમપુરના સરપંચો તથા ખંભાળિયા તાલુકા મંડળ મોરચાના હોદ્દેદારો સાથે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રામમંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરની અને મંદિર પરિસરમાં આ સધન સ્વચ્છતા કાર્યમાં સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application