રાજકોટની હરિવંદના કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરનાર યુવાને કોલેજના વોટસએપ ગ્રુપમાં જાણીતા યુટયુબર ધ્રુવ રાઠીનો વીડિયો મુકતા આ બાબતે બબાલ થઈ હતી જેને લઇ તેને કોલેજના અન્ય વિધાર્થીઓએ ધમકી આપી હતી બાદમાં કોલેજના બાથમમાં યુવાન પર હત્પમલો કરવામાં આવ્યો હતો યુવાન અહીંથી ભાગી પ્રોફેસરના મમાં પહોંચતા પ્રોફેસરની હાજરીમાં યુવાનને ફરી મારમાર્યેા હતો. આ અંગે યુવાની ફરિયાદ પરથી પોલીસે કોલેજના બે છાત્રો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ૧૫૦ ફટ રીંગ રોડ પર બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે ઓમનગરમાં રહેતા વિવેક રસિકલાલ કાલરીયા (ઉ.વ. ૩૯) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરત જોશી અને યજ્ઞેશ મહેતાના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હરીવંદના કોલેજમાં એલએલબીમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.
ગત તા. ૮૧૨ ના રાત્રીના તેણે કોલેજના વોટસ ગ્રુપમાં જાણીતા યુટયુબર ધ્રુવ રાઠીને પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તે અંગેનો વિડીયો શેર કર્યેા હતો. જે વીડિયોને લઈ ગ્રુપમાં ઘણા લોકોએ ટિપ્પણીઓ કરી હોય અને આ બાબતે યુવાને તાર્કિક ચર્ચા કરવાનું અને ખોટો વિવાદ નહીં કરવાનું કહેતા તેની સાથે મેસેજમાં માર મારવાની તથા અપહરણ કરવાની ધમકી આપવામાં આવી હતી. તથા ખાનદાનને ખોઈ નાખવાની ધમકી તથા ધર્મ વિશે ટિપ્પણી કરી હતી તેમજ કહ્યું હતું કે કોલેજે કાલે આવી જા જોઈ લઈશું તને ખોઇ નાખીશું તું શોધ્યો નહીં જડે આવી ધમકીઓ આપી હતી.
દરમિયાન યુવાને આ અંગે સાંજે તેમના પ્રોફેસર આબિદભાઈ માકડાને ફોન કરી જાણ કરતા તેમણે કોન્ફરન્સ કોલ કરી યજ્ઞેશ મહેતા અને શકિતસિંહ જાડેજા સાથે વાત કરાવી સમાધાનના પ્રયાસ કર્યા હતા પરંતુ યજ્ઞેશે ફોનમાં ગાળો આપી ઝઘડો કરવા લાગતા પ્રોફેસરે ફોન કટ કરી નાખ્યો હતો.
ત્યારબાદ તારીખ ૯૧૨ ના બપોરના યુવાન કોલેજે ગયા બાદ અને બાથમમાં જતા તેની સાથે અભ્યાસ કરનાર ભારત જોશી અને યજ્ઞેશ મહેતા અહીં આવી તેની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા બાદમાં તેના પર હત્પમલો કરી માર માર્યેા હતો. જેમાં યુવાનના ચશ્મા નીચે પડી ગયા હતા તેમજ યુવાનનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. દરમિયાન યુવાનના મિત્રો આવી જતા તે અહીંથી ભાગી પ્રોફેસરના મમાં પહોંચી ઘટનાની જાણ કરી હતી. આ સમયે આરોપીઓ પણ અહીં આવી યુવાન પર ફરી હત્પમલો કરી પ્રોફેસરની હાજરીમાં તેને મારમાર્યેા હતો. જેથી આ અંગે તેણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એન.જે. મશાકપુત્રા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech