જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુસાંઈજી પરમદયાલના અનુગ્રહથી પૂ.ગો.1008 વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણિ મહાકિવ પૂ.ગો.108 શ્રીહરિરાયજી મહારાજશ્રીના સુપૌત્ર તથા પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં ગઇકાલે હોટલ સૈયાજી ખાતે શાસ્ત્રીય કંઠીય સંગીતનો કાર્યક્રમ રાત્રે 9:30 વાગ્યે યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ-બહેનો હાજર રહ્યા હતાં. આ પ્રસંગે મંજુલાબેન હરીદાસભાઇ લાલ અને મીતેશભાઇ લાલનું પૂ.વલ્લભરાયજી મહોદયના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આજે રાત્રે હોટલ કલાતીત ખાતે 9:30 વાગ્યે ગઝલનો કાર્યક્રમ અને તા.1ના રવિવારે રાત્રે 9:30 વાગ્યે જામનગર મ્યુ.કોર્પોરેશન મેદાન મેહુલનગર ટેલીફોન એક્ષચેન્જ રોડ શ્રીજી મેરેજ હોલ પાછળ હાસ્ય દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. 98242 97232 તથા 94283 15758 ઉપર સંપર્ક કરવો. બહારગામથી પધારેલા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આમંત્રિત મહેમાનો માટે તા.4.12.24 ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે. આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ટીમે એશિયા કપ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બાંગ્લાદેશનો પરાજય
December 22, 2024 11:41 AMટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMઆ રાશિના જાતકોને ધંધામાં ફાયદો થશે, અંગત સફળતામાં વધારો થશે
December 22, 2024 09:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech