Video : રાજકોટમાં મકાન ખાલી કરવાનું કહેતા ઘરધણી પર સરાજાહેર હુમલો

  • July 10, 2023 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લેન્ડ ગ્રેબિંગની અરજી પાછી ખેંચી લેવા સમાધાન માટે બોલાવી ભાઈ–બહેન, એડવોકેટ સહિતનાએ માર માર્યેા, સોનાનો ચેઈન પણ આંચકી લીધાનો આક્ષેપ


શહેરના જામનગર રોડ પરસાણાનગર નજીક શ્રધ્ધા શકિત સોસાયટીમાં રહેતા કન્સ્ટ્રકશનના ધંધાર્થી સુનિલભાઈ કરશનભાઈ ચાંદવાણીએ સંબંધના દાવે રહેવા આપેલું મકાન ખાલી નહીં કરી મકાનમાં રહેતા પુનમબેન ઈન્દુબેન વાઘવા (રહે.ઋષિકેશ શેરી નં.૧ બધં શેરી રેલનગર)એ ભાઈ લમણભાઈ અને એડવોકેટ મોનિલ જોષી સહિતના સાથે મળી માર મારી મોનિલે ગળામાં પહેરેલો સોનાનો ચેઈન પણ આંચકી લીધાના આક્ષેપ સાથે પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરી છે. સરાજાહેર મારામારીના વીડિયો પણ વાયરલ થતાં ચકચાર જાગી છે.



બાંધકામ વ્યવસાયથી સુનિલભાઈએ અરજીમાં કરેલા આક્ષેપો મુજબ પોતાના વેરાવળના જૂના પરિચિત ભાઈ–બહેન લમણભાઈ તથા પુનમબહેનને રાજકોટ સીફટ થવાનું હોવાથી સંબંધના દાવે પોતાનું ઋષિકેશ–૧માં આવેલું મકાન વગર ભાડે રહેવા આપ્યું હતું. મકાન વેચાય ત્યારે ખાલી કરી આપવાની શરત મુકી હતી. થોડા વખત બાદ મકાનનો સોદો થઈ જતાં સુનિલભાઈએ મકાન ખાલી કરવા કહ્યું હતું. કોઈને કોઈ બહાના હેઠળ મકાન ખાલી કરાયું ન હતું.





ઘરધણી સુનિલભાઈ ઉ.વ.૪૯એ મકાનમાં રહેતા વેરાવળના વતની પુનમબેન તેના ભાઈ લમણભાઈ તથા દિપકભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરી હતી. અરજી બાદ ગત શનિવારે તા.૮ના રોજ પુનમબેન ઘરધણી સુનિલભાઈના શ્રધ્ધા શકિત સોસાયટી સ્થિત ઘરે બપોરે પહોંચ્યા હતા. જયાં સમાધાનની વાતચીત થઈ હતી. ગરની ચાવી સોંપી દઈએ તમે અમને લખાણ કરી આપો અને લેન્ડ ગ્રેબિંગની અરજી પરત ખેંચી લેજોની બન્ને વચ્ચે વાત થયા બાદ મહિલા જતી રહી હતી.





ગઈકાલે આ અંગે આઠેક વાગ્યે પુનમબહેને મકાન માલિક સુનિલભાઈને ફોન કર્યેા કે સમાધાનનું લખાણ તૈયાર થઈ ગયું છે. સહી કરી જાવ, જેથી મકાન માલિક તેના પરિચિત શાળા એવા એડવોકેટ સંદિપ ખેમારી, ધ્રુવિન છાયાની સ્ટાર પ્લાઝા સ્થિત ઓફિસ આવવા કહ્યું હતું. ઓફિસ પર પુનમબહેન એકલા હતા જેથી સંદિપ ખેમાણીએ વેરાવળથી આવેલા એડવોકેટ કયાં છે તેવું પૂછયું હતું. સામાન્ય રકઝક બાદ સંદિપ તથા ધ્રુવિને પુનમબહેનને જતા રહેવા કહ્યું અને તે ઓફિસથી જતી રહી હતી.





વેરાવળથી આવેલા અજાણ્યા એડવોકેટે સંદિપ અને ધ્રુવિને સાથે સમાધાન વાતચીત કરી લખાણની કોપી લઈને પરત આવશે કહીને ઓફિસના પાકિગમાંથી જતા રહ્યા હતા. રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં સુનિલભાઈ સરકીટ હાઉસ સામેની શેરીમાં ઉભા હતા ત્યારે લમણભાઈ વાધવાએ ત્યાં આવીને ઢીકાપાટુનો માર માર્યેા હતો જેથી સુનિલે અન્ય પરિચિત એડવોકેટ કમલેશ આકરિયાને ફોન કરીને બોલાવ્યો થોડીવારમાં ધ્રુવિનભાઈ છાયા, સંદિપ ખેમાણી, કમલેશ તથા પરાગ બસલાણી પહોંચી જતાં લમણભાઈ ત્યાંથી ભાગી ગયા હતા.
જયારે પુનમબહેન તથા મોનિલ જોષી કાર પાસે જ આવી ચડયા અને સરાજાહેર માર મારવા લાગ્યા હતા.




જેનો વીડિયો એડવોકેટ ધ્રુવીન છાયાએ બનાવી લીધો હતો. મોનિલ જોષીએ સુનિલભાઈએ પહેરેલો અંદાજે દોઢ બે તોલાનો સોનાનો ચેઈન પણ ખેંચી લઈ ખીસ્સામાં નાખી દીધો અને તું તારી લેન્ડ ગ્રેબિંગની અરજી પાછી ખેંચી લેજે અત્યારે તો આટલો માર્યેા છે જો આગળ કાર્યવાહી કરીશ તો મારી નાખીશ મને મોટા માથાનો સહકાર છે મારી ભેગા છે જેથી મારૂ કાંઈ નહીં થાય. માથાકૂટ વધતા પોલીસ બોલાવાઈ હતી. પોલીસ પહોંચે તે પહેલા તારી ઉપર સીપી કચેરીએ ફરિયાદ કરવા જઈએ છીએ કહીં જતાં રહ્યાના અરજીમાં આક્ષેપો કર્યા છે. પ્ર.નગર પોલીસે અરજી વાયરલ વીડિયો તથા આક્ષેપોમાં તથ્ય શું સત્ય શું તે જાણવા તપાસ આરંભી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application