પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે મારામારી,બોમ્બ વિસ્ફોટ અને અફરાતફરીનો માહોલ

  • June 01, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વખતે પશ્ચિમ બંગાળે મતદાનની બાબતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પણ પહેલા તબક્કાથી જ પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે જ તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અલીપુરદ્વાર તુફનગંજ-2 બ્લોકમાં બારોકોદલી-1 ગ્રામ પંચાયતના હરિરહાટ વિસ્તારમાં TMCની અસ્થાયી પાર્ટી કાર્યાલયને બીજેપી સમર્થકોએ આગ લગાવી દીધી હતી.


TMC સમર્થકો પર જાદવપુરમાં બોમ્બ વિસ્ફોટનો આરોપ, સુરક્ષા દળોએ કર્યો લાઠીચાર્જ


TMC પર પશ્ચિમ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા ભાંગરના સતુલિયા વિસ્તારમાં ISF અને CPIM કાર્યકર્તાઓ અને સમર્થકો પર હુમલો કરવાનો આરોપ છે. TMC સમર્થકો દ્વારા બોમ્બ હુમલો કરવામાં આવ્યો છે તેવો આરોપ લગાવાઈ રહ્યો છે. આ ઘટનામાં ISFના ઘણા જવાનો અને સમર્થકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અન્ય સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. બૂથની સામે એકઠી થયેલી ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.


લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની જે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે તેનો પણ સમાવેશ થાય છે. આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે .


લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 11.31 ટકા મતદાન


લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 11.31 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં 10.58%, ચંદીગઢમાં 11.6%, હિમાચલ પ્રદેશમાં 14.35%, ઝારખંડમાં 12.15%, ઓડિશામાં 7.69%, પંજાબમાં 9.64%, યુપીમાં 12.94% અને પશ્ચિમ બંગાળમાં 12.64% મતદાન થયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application