રૈયામાં ભરવાડ પરિવારો વચ્ચે બઘડાટી: પાંચ ઘવાયા

  • December 01, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૈયા ગામમાં ભરવાડ પરિવારમાં સામસામે સગપણ બાદ થયેલી માથાકૂટમાં યુવાન તેના ભાઈ તેની માતા સહિતના પર યુવકના બનેવી સહિતનાએ હત્પમલો કર્યેા હતો.જેમાં યુવાનના ભાઈને માથાનાભાગે છરી ઝીંકી દીધી હતી. આ મારામારીમાં ચારને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સામાપક્ષે પણ એક યુવાન ઘવાતા તેને પણ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના હત્પડકો પોલીસ ચોકીની પાછળ માતિ નગર શેરી નંબર ૬ માં રહેતા અને કુરિયર સર્વિસમાં નોકરી કરનાર દીગતં ઉર્ફે જગદીશ નારણભાઈ ચાવડીયા(ઉ.વ ૨૪) દ્રારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોતાના બનેવી વિક્રમ હેમંતભાઈ ટોયટા, સસરા હેમતં કરણભાઈ ટોયટા, દલ્લા કરણાભાઈ ટોયટા, કાના દલાભાઈ ટોયટા(રહે. બધા રૈયા ગામ શેરી નંબર ૮ ભરવાડ વાસના) નામ આપ્યા છે.


યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓના સમાજના રીતે રિવાજ મુજબ સામસામા સગપણ થયા હતા. દરમિયાન પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા યુવાનની પત્ની પલને સાસરીયાઓ તેડી ગયા હતા અને યુવાનની બહેનને તેઓ ઘરે લાવ્યા હતા. યુવાનની એક માસની દીકરી આરાધના જે અગાઉ તેની સાથે હોય તેની પત્નીએ ૧૮૧ માં જાણ કર્યા બાદ તેઓ આ દીકરીને પણ લઈ ગયા હતા.


દરમિયાન ગઈકાલે યુવાન તથા તેની માતા કિશોરીબેન બંને અહીં રૈયા ગામમાં મોટા બાપુજીના દીકરા મેભાઈ હીરાભાઈ ચાવડીયાના ઘરે ગયો હતો. ત્યારે યુવાન અહીં પાછળ જ રહેતા તેમના સસરાના ઘરે પોતાની દીકરી આરાધનાને રમાડવા માટે ગયો હતો અને સાંજના સાડા સાતેક વાગ્યે દીકરીને લઈ તેની માતા પાસે આવ્યો હતો ત્યારે તેનો બનેવી વિક્રમ તેની પાછળ આવ્યો હતો અને તેણે ઝઘડો કર્યેા હતો. બાદમાં તેણે પોતાના પિતા સહિતનાઓને અહીં બોલાવી લેતા તેઓ ઝઘડો કરવા લાગ્યા હતા અને વિક્રમ યુવાનની માતાને માર મારવા લાગતા યુવાન તથા તેના મોટા બાપુનો પુત્ર મોતીભાઈ વચ્ચે પડતા અ શખસોએ તેમના પર પણ હત્પમલો કર્યેા હતો દરમિયાન યુવાને તેના ભાઈ પારસ ૨૩ ને બોલાવી લેતા આ શખસોએ વધુ ઉશ્કેરાઇ છરી વડે હત્પમલો કરી દીધો હતો જેમાં યુવાનના ભાઈ પારસને માથાનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો તેમજ વચ્ચે પડતા મોતીભાઈને હાથનાભાગે છરી વાગી ગઈ હતી અને યુવકને તેના સસરાએ લાકડી વડે માર માર્યેા હતો.

હત્પમલામાં ઘવાયેલ ભરવા યુવાન જગદીશ તથા તેના ભાઈ પારસ તેના પિતરાઈ ભાઈ મોતીભાઈ અને તેની માતા કિશોરીબેન ને ઈજા પહોંચી હતી. જેમાં જગદીશ અને તેના ભાઈ પારસને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પારસને માથામાં છ ટકા આવ્યા હતા. ત્યારબાદ યુવાને આ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સામાપક્ષે વિક્રમ હેમંતભાઈ ટોયટા(ઉ.વ ૨૨) પણ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેણે પોલીસને જણાવ્યું હતું કે, પારસ જગદીશ અને ક્રિષ્ના સહિતનાઓએ તેમના પર છરી વડે હત્પમલો કરતા તેને ઈજા પહોંચતી હતી. જે અંગે પોલીસે જરી કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application