રાજકોટ મહાપાલિકા કચેરીમાં આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીની સંકલન મિટિંગમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુકલ વચ્ચે જબરી તડાફડી બોલી ગઇ હતી, દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ વચ્ચે પડી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યેા હતો, પરંતુ ડખ્ખો વધી જતાં ફકત પાંચ જ મિનિટમાં સંકલન મિટિંગ આટોપી લેવાઇ હતી અને સૌ છુટા પડી ગયા હતા.
ભાજપ પાર્ટી સંકલનની મિટિંગમાં થયેલા ડખ્ખા અંગે વિશ્વસનીય સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, તમામ કોર્પેારેટરોની ઉપસ્થિતિ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટિ મેમ્બર નેહલ શુકલએ એવો મુદ્દો ઉપસ્થિત કર્યેા હતો કે અગાઉ પણ સંકલન મિટિંગમાં સામુહિક રીતે એવું નક્કી થયું હતું કે એજન્ડામાં ૩૦થી વધુ દરખાસ્તનો સમાવેશ ન કરવો જેથી દરેક દરખાસ્તનો પૂરતો અભ્યાસ થઇ શકે, તદઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાનાર હોય તેના ૪૮ કલાક પૂર્વે સભ્યોને જાણ કરવી અને દરખાસ્ત મોકલવી જેથી અભ્યાસ થઇ શકે પરંતુ આ બન્ને નિર્ણયોનું લગાતાર ઉલ્લંઘન થઇ રહ્યું છે, આજની સ્ટેન્ડિંગમાં પણ ૫૩ દરખાસ્ત મુકવામાં આવી છે અને ૨૪ કલાક પૂર્વે જાણ કરવામાં આવી છે જેથી સ્ટેન્ડિંગ કમિટીના કોઈપણ સભ્ય કે પાર્ટીના અન્ય કોઈપણ કોર્પેારેટરને પણ દરખાસ્તનો અભ્યાસ કરવાનો સમય રહે નહીં અને અભ્યાસ કર્યેા ન હોય તેથી કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા પણ થાય નહીં. તદઉપરાંત ચર્ચા વિચારણા થતી ન હોય તેના કારણે અધિકારીઓ અને ઇજનેરો કોર્પેારેટરોને ગાંઠતા નહીં હોવાનું પણ તેમણે ઉમેયુ હતું. દરમિયાન આ મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ આ અંગે યોગ્ય કરવા ખાતરી આપતા ચર્ચાનો દોર આગળ વધ્યો હતો.
સૂત્રોએ ઉમેયુ હતું કે ઉપરોકત ચર્ચા બાદ વોર્ડ નં.૭માં કચરો ઉપાડવા માટેના કોન્ટ્રાકટરને એકસટેન્શન આપવામાં આવ્યું તે મામલે નેહલ શુકલએ સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે વોર્ડ નં.૭માં કચરો ઉપાડવામાં નહીં આવતો હોવાની તેમજ સફાઈને લગતી અસંખ્ય ફરિયાદો છે તેમ છતાં જુના કોન્ટ્રાકટરને શા માટે એકસટેન્શન આપવામાં આવ્યું ? તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને સંબોધીને મહિના પૂર્વે સ્ટેન્ડિંગમાં મંજૂર કરાયેલા ટીપરવાન મારફતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના દસ વર્ષીય કોન્ટ્રાકટ અને તે અંતર્ગતની રોયલ વ્યવસ્થા કયારથી શ થશે ? તેવા તાર્કિક સવાલો ઉઠાવતા બોલાચાલી શ થઇ હતી. નેહલ શુકલએ એક તબક્કે એમ પણ કહ્યું હતું કે સિસ્ટમ પોતાની રીતે કામ કરશે કે પછી કામ નહીં કરતા સ્ટાફના કાંઠલા પકડીને કે લાફા મારીને અમારે કામ કરાવવા પડશે ? આટલી ચર્ચા થઇ ત્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું ધ્યાન તેમના મોબાઇલ ફોન ઉપર જ હતું પરંતુ કાંઠલા પકડીને કે લાફા મારીને કામ કરાવવા પડશે તેવા શબ્દો પ્રયોગો સાંભળીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ઉકળી ઉઠા હતા અને સંકલન મિટિંગમાં આવી વાતો નહીં કરવાની, તમારાથી આવું કેમ બોલાય ? તેમ કહેતા બંને વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ મામલો થાળી પાડવા પ્રયાસ કર્યેા હતો અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને સમજાવ્યું હતું કે અહીં આંતરિક માથાકૂટની કોઇ વાત નથી પરંતુ કામ નહીં કરતા મ્યુનિ.સ્ટાફને ઉદેશીને નેહલ શુકલ દ્રારા આ બાબત કહેવામાં આવી છે, માટે ગેરસમજ ન કરો. મામલો થાળે પાડવાનો પ્રયાસ ચાલુ હતો તે દરમિયાન નેહલ શુકલ વધુ ઉકળી ઉઠા હતા અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનને જણાવ્યું હતું કે કામ ન થતા હોય તો લાફા વાળી કરીને પણ કામ કરાવવા પડે અને અમે જેટલી લાફા વાળી કરી છે તેટલી તમે જોઈ કે સાંભળી પણ નહીં હોય તેવું કહેતા સામપક્ષે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પણ આગબબુલા થઇ ગયા હતા.
યારે સ્ટેન્ડિંગ કમિટી મીટીંગના એજન્ડામાં અંતમાં રહેલી અધિકારીઓ અને કર્મચારીઓને આરોગ્ય સહાયની દરખાસ્ત મામલે પણ નેહલ શુકલએ સવાલો ઉઠાવ્યા હતા અને અનેક દરખાસ્તો વચ્ચેથી કોઈ એક કર્મચારીની દરખાસ્ત શા માટે પેન્ડિંગ રાખવામાં આવી છે ? તેમ કહેતા અંતે એવો નિર્ણય થયો હતો કે આરોગ્ય સહાય ને લગતી તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે અને અભ્યાસ બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવે. આરોગ્ય અંગે આર્થિક સહાયની દરખાસ્તો માટે કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ બે નિષ્ણાતં તબીબો સહિતના પાંચ સભ્યોની કમિટી નિર્ણય કરે ત્યારબાદ જ આરોગ્ય સહાયની દરખાસ્ત મંજૂર કરવી તેવું નક્કી કરાયું હતું. આ મામલે પણ નેહલ શુકલએ એવું સૂચવ્યું હતું કે યારે ભારતીય જનતા પાર્ટીના ચારથી વધુ કોર્પેારેટરો વ્યવસાયે તબીબ છે જેમાં ડો. દર્શિતાબેન શાહ, ડો.દર્શનાબેન પંડા, ડો. અલ્પેશ મોરજરીયા, ડો.રાજેશ્રીબેન ડોડીયા સહિતનો સમાવેશ થાય છે ત્યારે આ પ્રકારની કમિટીમાં બહારના તબીબોનો સમાવેશ કરવાના બદલે જે કોર્પેારેટર તબીબ છે તેમને જ સામેલ કરવા જોઈએ. એકંદરે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ કરતા પાર્ટી સંકલનની મીટીંગમાં વધુ માથાકૂટ થઈ હતી જેના કારણે ફકત પાંચ જ મિનિટમાં સંકલન મીટીંગ પૂર્ણ કરી દેવાય હતી અને ત્યારબાદ તુરતં સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ યોજાઇ હતી. સામાન્ય રીતે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્ણ થયા બાદ થોડો સમય સુધી કોર્પેારેટરો રોકાતા હોય છે પરંતુ આજે ઉપરોકત પ્રકારે માથાકૂટ થયા બાદ તમામ કોર્પેારેટરો પણ તુરતં જ વિખેરાઈ ગયા હતા
કામ થતા નથી તેવી ફરિયાદો મળતા શહેર પ્રમુખ મુકેશ દોશી તત્કાલ મિટિંગ બોલાવી
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં અમુક સભ્યોએ આજે પોતાના વિસ્તારોમાં કામ થતાં નથી તેમજ સ્ટેન્ડીંગનો એજન્ડા આગલા દિવસે મળતો હોય તેનો અભ્યાસ મળતો નથી અને સાથો સાથ અધિકારીઓ પણ કોર્પેારેટરનું કહ્યું માનતા ન હોવા સહિતની ફરિયાદો શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીને કરતા તેમણે મેયર ચેમ્બરમાં સ્ટેન્ડીંગ ચેરમેન, મેયર અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે સંભવત મીટીંગ યોજાશે જેમાં શહેર ભાજપ પ્રમુખ દ્રારા કામ ન કરતા અધિકારીઓને ઠપકો આપવામાં આવે તેવું લાગી રહ્યું છે.
કોર્પેારેટર કહે ને કામ ન થાય તો પછી કોના કહેવાથી થાય?
પાર્ટી સંકલનની મિટિંગમાં નેહલ શુકલએ એવો મુદ્દો પણ રજૂ કર્યેા હતો કે જો કોર્પેારેટર સૂચવે અને કામ ન થાય તો પછી કોના કહેવાથી થાય ? તે સો મણનો સવાલ છે. પ્રભાવક ન હોય તેવા અથવા તો પ્રથમ વખત જ ચૂંટાયા હોય તેવા કોર્પેારેટરને સ્ટાફ ગાંઠતો નથી અને મહિલા કોર્પેારેટરોની રજૂઆતો તો બિલકુલ ધ્યાન લેવાતી ન હોય તેવી સ્થિતિ છે. આ અંગે યોગ્ય કરવું જોઈએ તેવી માંગણી નેહલસુખલ એ ઉઠાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech