ગિરનાર દત્ત શિખર પર રાજસ્થાની યાત્રિકો, પોલીસ, સંતો વચ્ચે બઘડાટી: ફરજ ‚કાવટની ફરિયાદ

  • October 02, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેય શિખર પર ૨૦૦ લોકોના ટોળાએ મંદિરમાં પ્રવેશ કરી ઉસકેરણીજનક  સૂત્રોચાર કરતી ઘટના મામલે  ગુરુ દત્તાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી હતી તો સામા પક્ષે સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા વાયરલ વીડીયો જુનો હોવાનું અને સાધુએ તલવાર મારવા પ્રયાસ કરતા મામલો બિચકયો હતો જેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​
ગઈકાલે બપોરે ગુરુ દત્તાત્રેય શિખર પર ૨૦૦ થી વધુ દિગંબર જૈન સંઘના લોકો આવેલા હતા કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં સંઘ દ્વારા ગુરુ દત્તાત્રેય શિખર પર મુશ્કેલી જનક સૂત્રોચાર કરી પૂજારી સાથે દૂર વ્યવહાર કરાયો હતો. ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પર વસ્તુઓના ઘા કરી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમ જ દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા પાસે રહેલી કૃર્તીઓનો ઘા કરી ચરણપાદુકાને પણ નુકસાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરજ પર રહેલ એસઆરપી જવાનની ફરજમાં પર રોકાવટ કરાઈ હતી, અને ગિરનાર હમારા હૈ હમ લેકે હી રહેગે હિન્દી ભાષામાં જોરજોરથી સૂત્રોચારો કરતા સમગ્ર મામલે ઉગ્ર સ્વરૂપ લીધું હતું.આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગુરુ દત્તાત્રેય ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કૈલાશભાઈ પુરોહિતે ભવનાથ પોલીસમાં અરજી આપી હતી. ગિરનાર પર થયેલા સમગ્ર બનાવ મામલે જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશભાઈ સંઘવીના જણાવ્યા મુજબ દર વર્ષે ભગવાન નેમિનાથના લાડુ મહોત્સવ માટે દિગંબર જૈન સમાજના લોકો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવે છે તેઓ દત્તાત્રેયને ટૂંક પર રહેલા પગલાંને ભગવાન નેમિનાથના પગલાં માને છે, જ્યારે હિન્દુ લોકો ભગવાન દત્તાત્રેયના પગલાં માને છે રાજસ્થાન અને એમપીથી આવેલા લોકો દત્તાત્રેયને ટૂંક પર જઈ ભગવાનના પગલાં હોવાનું માની નેમિનાથ ભગવાનનો જય જય કાર બોલાવે છે. જેથી ત્યાં હાજર સાધુએ ઉસ્કેરાઈ જઈ તલવાર લઈને મારવાનો પ્રયત્ન કરતા મામલો બિચકયો હતો.વાયરલ થયેલો વિડિયો બેથી ત્રણ વર્ષ જુનો હોવાનો પણ તેને દાવો કર્યો હતો. તલવાર લઈને મારવાના પ્રયત્ન મામલે બહારના યાત્રિકો દ્વારા ધક્કા ન થાય તેમ હોવાથી ફરિયાદ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ તલવાર લઈને મારવાનો પ્રયત્ન થયો હોય તેનો વિડીયો પણ તેઓ પાસે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ વિભાગ હરકતમાં આવતા ફરજ પરના એસઆરપી જવાનની પૂછપરછ હાથ ધર્યા બાદ વધુ કામગીરી કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા બનાવની શરૂઆત ક્યાંથી થઈ અને વિડીયો ક્યારનો છે? તે અંગે તપાસની કામગીરી કરી રહી છે. અને ધર્મશાળામાં ઉતરેલા લોકો ના નામ અને નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ સમગ્ર બનાવ મામલે ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના સદસ્ય મુકેશભાઈ કામદાર અને હિતેશભાઈ સંઘવીએ ડીવાયએસપી સાથે વાત કરી યાત્રિકોનું લિસ્ટ પોલીસને આપી દેતા પોલીસે યાત્રાળુઓને ટ્રેનમાં જવા દીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application