ભારતીનગરમાં ભરવાડના બે પરિવારો વચ્ચે બઘડાટી: ભાજપ કાર્યકર સહિત પાંચને ઇજા

  • January 23, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના લાખના બંગલા વિસ્તાર પાસે આવેલા ભારતીનગરમાં રાત્રિના ભરવાડના બે પરિવાર વચ્ચે ધોકા–પાઇપ અને છરી વડે મારામારી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકર સહિત પાંચ શખસોને ઇજા પહોંચી હતી.મારામારી દરમિયાન અહીં પડેલી સ્કૂલ વાનના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે સામસામી ફરિયાદના આધારે પોલીસે ૧૧ શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભારતીનગર શેરી નંબર ૨ માં રહેતા અને છૂટક દૂધનો વેપાર કરનાર અમિત પાભાઈ સોહલા(ઉ.વ ૩૩) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં પાડોશમાં જ રહેતા ભાજપના કાર્યકર જયુ સાંગડીયા, જીેશ, મયુર, ભાવેશ અને રવિના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના આઠેક વાગ્યે આસપાસ તે તથા તેનો ભાઈ પંકજ અને ભત્રીજો કિશન અહીં ઘર બહાર ફટાકડા ફોડતા હતા ત્યારે બાજુની શેરીમાં રહેતા તેમના સંબંધી જીેશ, જયુ, મયુર, ભાવેશ અને રવિ આ શખસો અહીં આવ્યા હતા અને અગાઉ બે દિવસ પૂર્વે લમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. યુવાન તથા તેના ભાઈ પંકજે ગાળો બોલવાની ના પાડતા આ શખસોએ ઉશ્કેરાઇ છરી કાઢી યુવાનને ડાબા પગે સાથળના ભાગે ઝીંકી દીધી હતી તેમજ તેની સાથે રહેલા શખસોએ લોખંડના પાઇપ વડે હત્પમલો કરી દીધો હતો. યુવાનના નાનાભાઈ પંકજને પણ સાથળનાભાગે છરીનો ઘા મારી દીધો હતો.

દરમિયાન યુવાનની પત્ની સેજલબેન દોડીને છોડાવવા વચ્ચે આવતા જીેશ તેને પણ કોણી તથા પડખાના ભાગે પાઇપના ઘા ફટકારી દીધા હતા.દેકારો થતા અહીં લોકો એકત્ર થતાં યુવાન તથા તેના ભાઈને વધુ મારામાંથી બચાવ્યા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે પાંચેય આરોપીઓ સામે મારામારી, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સામાપક્ષે ભારતીનગર શેરી નંબર ૨ માં રહેતા ભાજપના કાર્યકર જય ગોવિંદભાઈ સાંગડીયા (ઉ.વ ૨૭) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પા સોહલા, અમિત, પંકજ, કિશન સિંધવ, રાજલબેન તથા રયાબેનના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે સંબંધીના લમાં યુવાનને અમીતે તે ભાજપનો કાર્યકરો હોય તે બાબતે ઘસાતું બોલી તેની સાથે ઝઘડો કર્યેા હતો. દરમિયાન ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યા આસપાસ યુવાન અહીં શેરીના ખૂણે ઊભો હોય ત્યારે અગાઉ થયેલા આ ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ યુવાનની ઢીકાપાટુનો માર માર્યેા હતો. તેમજ પાભાઈના પત્ની રયાબેન અને તેની પુત્રવધુ રાજલે લોખંડનો પાઇપ વડે યુવાનની સ્કૂલ વાનના કાચ ફોડી નાખ્યા હતા. દરમિયાન યુવાનનો ભાઈ જીેશ તથા તેના ભાભી રાધાબેન આવી જતા છોડવા વચ્ચે પડતા યુવાનના ભાભીને પણ પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ સમયે યુવાનના ભાઈ સહિતનાએ તેને વધુ મારમાંથી બચાવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડો હતો. આ અંગે યુવકની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે મારામારી, રાયોટ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application