આ વર્ષે ચોમાસું ધર્યા કરતા વધુ સમય રહ્યું અને દેશમાં ઓક્ટોબર અંત સુધી ક્યાંક અતિ ભારે વરસાદ અને પુરની સ્થિતિ રહી હતી , બીજી તરફ ઉત્તર ભારતમાં પણ હજુ જોઈએ તેવી ઠંડી શરુ થઈ નથી. હવામાન વિભાગે દાવો કર્યો હતો કે આ વર્ષે ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડશે પરંતુ અત્યારે તો આ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે કેમકે હજુ સુધી ઠંડી લાવનારી ઇફેક્ટ લા નીનાની રચના થઈ જ નથી. સામાન્ય રીતે ઓક્ટોબરમાં રહેતું હોય તેના કરતા તાપમાન પણ અત્યારે સરેરાશ 2 ડીગ્રી વધુ રહ્યું છે. આથી હવે નવેમ્બરના અંત સુધીમાં લા નીનાની રચના થાય અને ઠંડી પડે તેવી સંભાવના વ્યક્ત થઈ
રહી છે.
આ વર્ષની શરૂઆતમાં, હવામાન વિભાગે આગાહી કરી હતી કે લા નીનાને કારણે દેશમાં તીવ્ર શિયાળો પડી શકે છે. પરંતુ અત્યારના સંજોગોમાં તો આ અંદાજો ખોટા જણાય છે.દેશના મોટાભાગના ભાગોમાં, ઓક્ટોબરના અંત પછી, સરેરાશ તાપમાન 2 ડિગ્રી સુધી વધ્યું છે. ઓક્ટોબર વીતી જવા આવ્યો તેમ છતાં હજુ શિયાળો શરૂ થયો નથી. લોકો હજુ પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારથી, આઈએમડી સહિત વિશ્વભરની હવામાન એજન્સીઓની આગાહીઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
લા નીનાની સ્થિતિની આગાહીને કારણે એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે તીવ્ર શિયાળો પડી શકે છે. પરંતુ હજુ સુધી લા નીનાની રચના થઈ નથી. હવામાન વિભાગનું માનવું છે કે આ શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.
લા નીના પર કરેલી આગાહી નિષ્ફળ ગઈ
અમેરિકન એજન્સી એનઓએએ , ઓસ્ટ્રેલિયન એજન્સી એબીએમ અને ભારતીય હવામાન એજન્સી આઈએમડીએ એપ્રિલમાં લા-નીના અંગે અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે જૂનમાં લા-નીનાના વિકાસની સંભાવના 85% છે. પરંતુ ચોમાસું પૂરું થયા પછી પણ હજુ સુધી લા નીનાનું નિમર્ણિ થયું નથી. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નવેમ્બરના અંતમાં લા નીના બની શકે છે. તેની સંભાવના 60% છે.નોંધનીય છે કે લા-નીના અથવા અલ-નીનો અસર સમુદ્રના બે છેડા પર તાપમાનમાં વધારો અથવા ઘટાડો દ્વારા બનાવવામાં આવે છે. લા નીનાને કારણે ભારતમાં સારો વરસાદ પડે છે. તે જ સમયે, અલ નીનોમાં વિપરીત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના સુરક્ષા સલાહકારે ડોભાલને ફોન કર્યો હોવાનો તુર્કી મીડિયાનો દાવો
May 08, 2025 10:45 AMદેશમાં પુખ્ત થતા પહેલા જ 30 ટકા છોકરીઓ, ૧૩ ટકા છોકરાઓ બને છે જાતીય શોષણનો શિકાર
May 08, 2025 10:43 AMબિલ્ડીંગ પરથી પટકાઈ પડતા પરપ્રાંતિય બાળાનું કરુણ મોત
May 08, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech