ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગની કુલ રૂા.૩૨૫૯ કરોડથી વધુની અંદાજપત્રીય માંગણીઓ બહુમતિથી પસાર કરાઈ હતી. આ તબક્કે, મુખ્યમંત્રી વતી ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહેસૂલ વિભાગ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું. કે, આઇઓરા પોર્ટલ દ્રારા ખેડૂત ખરાઇ, વારસાઇ નોંધ, હયાતી હકક, નમૂના૬, નમૂના ૭૧૨ અને નમૂના ૮અ ની નકલો, ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ અને સંલ દસ્તાવેજોની નકલ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય છે. આ પ્રકારે અંદાજે ૩૬ પ્રકારની સેવા ઓનલાઇન કરવામાં આવી છે અને જાન્યુઆરી–૨૦૨૫ સુધી ૨.૯૧ કરોડથી વધુ નકલો ઓનલાઇન જારી કરવામાં આવી છે.
આ પોર્ટલ મિલકત ધારણ કરનાર–વેચાણ રાખનારના હિતોના રક્ષણ માટે ઇ.વાય.સી. નિયમો અમલી છે.જેમા મિલકત ધારણ કરનાર અને વેચાણ રાખનાર બન્નેના હિતોના રક્ષણ માટે ઇ–કે.વાય.સી. નિયમો અમલી બનાવાયા છે જે મુજબ, ગરવી વેબ એપ્લિકેશન મારફતે વેચાણ આપનારની ઓળખ કન્સેન્ટ બેઇઝ આધાર ખરાઇથી કરવામાં આવે જેનાથી ફ્રોડ થવાની શકયતાઓ શૂન્ય થશે અને સિવિલ લિટિગેશન થવાની શકયતા પણ ઘટી છે. રાયમાં નોંધણી પર ઓછામાં ઓછી સ્ટેમ્પ ડયૂટી વસૂલાતી હોવા છતાં છેલ્લ ા દાયકામાં સ્ટેમ્પ ડયૂટીની આવકમાં ગુજરાતમાં ચાર ગણો વધારો થયો છે. જે મુજબ ૨૦૨૪માં નોંધણી ફીની આવક . ૨૦૬૭ કરોડ થઇ છે અને સ્ટેમ્પ ડયૂટીની આવક . ૧૧,૭૬૫ કરોડ થઇ છે.સાથે ઇ–ધરા અને સિટી સરવે ઇન્ફર્મેશન સિસ્ટમના જોડાણથી બિનખેતી બાદ તુરત જ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થઇ જાય છે.
જમીનના દસ્તાવેજોની સંવેદનશીલતા અને અગત્યતાને ધ્યાનમાં રાખીને હવે, જૂના રેકર્ડને સ્કેનિંગ કરવાનું આયોજન છે. એવી જ રીતે રાયમાં હાલ ૩૧૦ સેવા–કેન્દ્રો દ્રારા ૧૪૮ જેટલી સેવાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. જેમાંથી ૪૨ સેવાનો નિકાલ માત્ર એક જ દિવસ કરવામાં આવે છે. આ જનસેવા કેન્દ્રોને હવે વધુ આધુનિક અને સુવિધાયુકત બનાવવાનું રાય સરકારનું આયોજન છે.
મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂત ખરાઇના પ્રમાણપત્ર માટેની પ્રક્રિયાઓને સ૨ળ બનાવાતા ૫૫ ટકા જેટલી અરજી ઘટી છે. યારે શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાશના કિસ્સામાં પ્રીમિયમ વસૂલીને શરતફેરની મંજૂરીની પ્રક્રિયા માટે . ૫ કરોડ સુધીની સત્તા કલેકટરને આપવામાં આવી છે. જમીન સંપાદન થયા બાદ ચોકકસ સમયમાં જમીન ખરીદ કરી શકયા ન હોય કે અરજી કરી શકયા ન હોય તેવા
ખેડૂતો ૨૯મી, નવેમ્બર, ૨૦૨૪ના ઠરાવ મુજબ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકે છે. જે તે સમયે પ્રીમિયમ વસૂલ્યા વગર આપેલી બિનખેતી પરવાનગીઓને હવે ૧૦ ટકા પ્રીમિયમ સાથે બિન ખેતીની પરવાનગી કરી આપવામાં આવશે. તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સી.સી. ટી.વી. અને ઓનલાઇન કનેકિટવિટીથી અનધિકૃત અવરજવર ઉ૫૨ અંકુશ મૂકી શકાશે અને સિનિયર સરવેયરની ભરતી કરીને દફતરી ખાતાની કામગીરીને વેગ અપાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછ મહિનામાં ઇવીના ભાવ પેટ્રોલ વાહનો જેટલા થઇ જશે: ગડકરી
March 20, 2025 10:20 AMપંજાબ પોલીસે શંભુ-ખનૌરી બોર્ડર ખાલી કરાવી
March 20, 2025 10:17 AMયુએસ સેન્ટ્રલ બેંક ફેડે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો
March 20, 2025 10:15 AMરાજકોટ રેન્જની ૨૮ પાસા- ૩૨ સામે હદપારીની દરખાસ્ત
March 20, 2025 10:14 AMરાજકોટ એસટી બસપોર્ટના ચાર પ્લેટફોર્મની રેલિંગ તુટી
March 20, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech