રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુએ ફરજના ભાગ પે માનવતા ધબકી રહી છે, સ્વજન કે મિત્ર સાથે હોઈ એવા અને બિન વારસી દર્દીઓને સારવારને બદલે તબીબો રઝળતા મરવા મૂકી દે છે ત્યારે નશાની હાલતમાં કે બિન વારસી હોઈ એવા દર્દીઓને સારવાર થી લઇ તેના પરિવારને શોધી મિલન કરાવવું અને જો પરિવાર ન હોય એવા દર્દીઓને સ્વસ્થ કરીને આશ્રય સ્થાન અપાવવા માટેની કામગીરી હોસ્પિટલની હેલ્પ ડેસ્કની ટીમ કરી રહી છે.
ગત તા.૧૯મી ના રોજ કાલાવડ લોકેશનની ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત યુવક દર્દીને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં લઇ આવવામાં આવ્યું હતું યુવક નશાની હાલતમાં હોવાથી પોતાનું નામ બરાબર બોલી શકતો ન હતો અને સાથે કોઈ સ્વજન પણ ન હોવાથી હેલ્પડેસ્કની ટીમને જાણ કરતા ફરજપરના કર્મચારીએ તેને સર્જરી વોર્ડમાં દાખલ કર્યેા હતો. યુવકને માથા અને પગ સહિતના ભાગે કેટલીક ઈજાઓ હોવાથી તેનું એમઆરઆઈ અને સીટી સ્કેન કરી નિદાન કરાવવામાં આવ્યું થયુ. બાદમાં એકસ–રે વિભાગમાં લઇ જતી વખતે યુવક ભાનમાં આવતા પોતાનું મનોજ ઉદ્ધવભાઈ અઘડતે અને મહારાષ્ટ્ર્રનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. યુવકે ચિક્કાર નશો કરેલો હોવાથી એકસ–રે માટે લઇ જતા હોસ્પિટલના સર્વન્ટ ઉપર હત્પમલાનો પ્રયાસ કરી અપશબ્દો બોલી પગમાં ગંભીર ઇજા હોવા છતાં સ્ટેચરમાંથી ઉતરીને નાસભાગ કરતો હતો. નશાની હાલતમાં યુવકના બેહદા વર્તનથી મહિલા સર્વન્ટ મૂકીને જતા રહેતા રાત એકસ–રે વિભાગની લોબી નજીક વિતાવી હતી. બાદમાં સવારે હેલ્પડેસ્કની ટીમએ તપાસ કરતા યુવક લોબીમાં પડો હોવાનું જોવા મળતા તેને સારવાર માટે પરત ઓર્થેાપેડિક વિભાગમાં દાખલ કરી ઓર્થેાવિભાગના તબીબો દ્રારા સફળ ઓપરેશન કરી સારવાર આપવામાં આવી હતી.
હેલ્પ ડેસ્કની ટિમ દ્રારા યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવતા પોતે મહારાષ્ટ્ર્રના આંકોલીનો રહેવાસી હોવાનું અને પરિવાર માતા, પત્ની અને ૧૧ વર્ષની પુત્રી છે, પોતે જુનાગઢમાં હોટલમાં કામકાજ કરતો હતો અને પોતાના ઘરે જતી વખતે નશો કર્યેા હોવાથી નશાની હાલતમાં અકસ્માત થતા ઇજા થઇ હતી. ગંભીર રીતે ઘવાયા હતા. હેલ્પડેસ્કની ટીમે મનોજભાઈના પરિવાજનોને ફોન કરતા પત્ની એવું જણાવ્યું કે હત્પં અહીં એકલી રહત્પં છું અને આવી શકું તેમ નથી અને તેમની પાસે એટલા પૈસા પણ નથી કે પતિને સાચવી શકે, હેલ્પડેસ્કના કર્મચારીને વિનંતી કરતા કહ્યું હતું કે, શકય હોય તો યાં સુધી સ્વસ્થના થાય ત્યાં સુધી એમની દેખભાળ રાખશો, આથી હેલ્પ ડેસ્કની ટિમ દ્રારા શેલ્ટર હોમની તપાસ કરી સુરેન્દ્રનગર ખાતે ટ્રસ્ટી નિપાબેન શાહ દ્રારા સંચાલિત નિરાંત ઘર આશ્રમ સુધી મોકલી આપવામાં આવ્યા હતા. મનોજભાઈ જતા જતા પોતે હવે વ્યસન નહીં કરે અને સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા જશે અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરો, વ્યવસ્થાપકોનો હેલ્પડેસ્ક ટીમના કર્મચારીઓનો આભાર માન્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેલાડીઓ રેગ્યુલર શેડ્યુલમાં પરીક્ષા નહીં આપે તો અલગથી લેવાશે: સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનો નિર્ણય
January 09, 2025 10:54 AMમાળિયાના ચીખલી ગામે ૧૩ ગાયો કતલ માટે વેચી નાખ્યાનું ખુલ્યું
January 09, 2025 10:52 AMકચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડ
January 09, 2025 10:51 AMગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા આજથી ત્રણ દિવસ અંબાજી યાત્રાધામ ખાતે 53 મુ અધિવેશન
January 09, 2025 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech