રાજકોટ મહાપાલિકાના ચૂંટણી વર્ષમાં જાહેર કરેલા કોઇ પ્રોજેક્ટ બાકી ન રહી જાય અને ચાલુ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય સાથે જ નાગરિકોની ફરિયાદો પણ ઝડપથી ઉકેલાય તે માટે ગત મહિને મેયરના અધ્યક્ષસ્થાને ઝોન વાઇઝ કોર્પોરેટરો અને અધિકારીઓ તેમજ ઇજનેરોની સંકલન બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીની ઉપસ્થિતિમાં મેયરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં વધુ એક મિટિંગ મળી હતી જેમાં હાલ વિકાસ કામો કેટલે પહોંચ્યા ? તેની વિગતો માંગવામાં આવી હતી. ખાસ કરીને કેટલા કામ પૂર્ણ થયા, કેટલા બાકી, ક્યુ કામ ક્યા તબક્કે પહોંચ્યું ? તે સહિતની તમામ વિગતો તૈયાર રાખવા મેયરએ અધિકારીઓ અને ઇજનેરોને આદેશ કર્યો હતો.ભવે આગામી માસના પ્રારંભે વધુ એક રિવ્યુ મિટીંગ યોજશે તેમ મેયરએ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ફેબ્રુઆરી ૨૦૨૫માં ઝોનવાઇઝ મિટીંગ યોજવામાં આવેલ. આ મિટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, લગત ઝોનના કોર્પોરેટરો, લગત ઝોનના અધિકારીઓ-કર્મચારીઓ, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત મિટીંગમાં આવેલ રજુઆતો પૈકી સામાન્ય રજુઆત, ઝોનના દરેક વોર્ડમાં આવેલ ગાર્ડનની સફાઈ, ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના રીપેરીંગ-મરામત, રોડ સેન્ટ્રલ ડિવાઈડરની સફાઈ, ખુલ્લા પ્લોટની સફાઈ, વોકળા સફાઈ, શહેરના જાહેર માર્ગો પર મચ્છરની ઉત્પતિ અટકાવવા ફોગીંગ કરાવવું વગેરે જેવી મુખ્યત્વે રજુઆતો આવેલ હતી. આ રજુઆત પરત્વે મિટીંગમાં ઉપસ્થિત મેયર તથા પદાધિકારીઓ દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા લગત અધિકારીઓને સુચના આપવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા શહેરમાં આવેલ તમામ ગાર્ડન સફાઈની કામગીરી તેમજ ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના રીપેરીંગ-મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ, મેલેરીયા વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઝુંબેશ સ્વરૂપે વ્હિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા સઘન ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વોકળા વિભાગ દ્વારા વોકળાની સફાઈ કરવામાં આવી તેમજ જાહેર રસ્તાના સેન્ટ્રલ ડિવાઈડરની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામગીરીથી શહેરીજનોની સુવિધામાં વધારો થયેલ છે અને મુશ્કેલીમાંથી મુક્તિ મળેલ છે. આ મિટીંગમાં આવેલ અન્ય રજુઆતોની નિકાલની પ્રક્રિયા ગતિમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech