રાજકોટ શહેર પોલીસ માટે આજથી પાંચ દિવસીય વાર્ષિક રમતોત્સવનો આરભં થયો છે. ટેન્શન અને ટ્રેસમાંથી પોલીસ રીલીઝ થાય સ્પોર્ટસ એકટીવીટીથી ટીમ સ્પીરીટ વધે તેવા અભિગમ સાથે રમતોત્સવનું આયોજન કરાયું હોવાનું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા ઓપનીંગ સેરેમનીમાં જણાવ્યું હતું. પોલીસ રૂટીન પીટી પરેડ કરે છે સ્પોર્ટસ ગેઈમથી ફીઝીકલ ફીટનેશ સાથે મેન્ટલી પણ ફીટ બને છે. રાજકોટ શહેર પોલીસ સ્પોર્ટસમાં અગ્રેસર છે. પોલીસમાં સારા ખેલાડીઓ છે. રાય કક્ષાએ ડીજીપી કપમાં હોકી, ક્રિકેટ, બાસ્કેટ બોલમાં ચેમ્પીયન બની ચુકી છે. એથ્લેટીકસ લેેવલે પણ ખુબ સારો દેખાવ કરે છે.
સ્ટેટ લેવલે સારા પર્ફેામન્સ સાથે નેશનલ લેવલે પણ રાજકોટ પોલીસ ગુજરાત રાય અને પોલીસનું નામ દિપાવે તેવા હેતુસર અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે આયોજન થયું છે. રમતોત્સવમાં ક્રિકેટ, હોકી, ફત્પટબોલ, બાસ્કેટ બોલ, રસાખેંચ જેવી આઉટ ડોર ઉપરાંત ટેબલ ટેનીસ, સહિતની ઈન્ડોર ગેમ્સ પણ પાંચ દિવસમાં રમાડાશે. મહિલા, પુરૂષો મળી ૪૫૦ પોલીસ અલગ અલગ ૨૨ રમતોમાં જોડાશે. આજ સ્ટાટગમાં પ્રથમ રાઉન્ડ રસ્સા ખેંચનો રહ્યો હતો. જેમાં પોલીસ બેડામાં આમેય મજબુત ગણાતી (હાલ પહેલી હવે પીસીબી) ડીસીબી (ક્રાઈમ બ્રાંચ)એ બાજી મારી હતી. રસ્સા ખેંચમાં હરીફ ટીમને મહાત કરી હતી. આ પુર્વેના રમતોત્સવમાં પગ પકડવાની કબડ્ડી રમતમાં પણ ક્રાઈમ બ્રાંચ વિનર રહી હતી. આજે ઓપનીંગ સેરેમનીમાં સીપી ઝા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફીક પૂજા યાદવ, ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. એસીપી, હેડ કવાર્ટર એમ.આઈ.પઠાણના સુપરવિઝનમાં રમતોત્સવ ચાલી રહ્યો છે.
રસ્સાખેંચનું વટક ડીસીપી ઝોન–૧ની ટીમે લાતો ફટકારતી રમત ફૂટબોલમાં વાળ્યું
પ્રથમ મેંચમાં રસ્સાખેંચમાં ડીસીપી ઝોન–૧ની ટીમને ડીસીપી ક્રાઈમની ટીમે મહાત આપી હતી. બીજો મેચ ડીસીપી ઝોન–૨ તથા ડીસીપી હેડ કવાર્ટર ટીમ વચ્ચે રમાયો જેમાં ડીસીપી હેડ કવાર્ટર ટીમ વિનર રહી. ફૂટબોલમાં પણ ડીસીપી ઝોન–૨ ટીમને હેડ કવાર્ટર ટીમે હાર આપી હતી. જયારે ડીસીપી ઝોન–૧ ટીમે રસ્સાખેંચનું વટક લાતો ફટકારાતી ગેઈમ ફૂટબોલમાં વાળી લઈ ડીસીપી ક્રાઈમની ટીમને હરાવી હતી. મહિલા બાસ્કેટ બોલમાં ડીસીપી ક્રાઈમ, ઝોન–૧, ઝોન–૨,પીએચકયુની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ધુંબા મારવાની બાસ્કેટ બોલ ગેઈમમાં ક્રાઈમ બ્રાંચની ટીમ વિજેતા થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech