દર વર્ષ ની જેમ ચાલુ વર્ષ ૨૦૨૪ માં જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર પ્રેરિત અને બી.આર.સી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગર આયોજિત જામનગર શહેર કક્ષાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન ગત તા. ૨૭/૯/૨૦૨૪ ને શુક્રવારનાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર ૧૭/૫૯ ગુલાબનગર ખાતેના મધ્યસ્થ ખંડ ખાતે યોજાયેલ હતું.
જેમાં પાંચ વિભાગમાં સીઆરસી કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ આવેલ કૃતિઓ દ્વારા પ્રદર્શન યોજવામાં આવેલ અને આ પ્રદર્શન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર ૫૯ ના આચાર્ય દેશાભાઈ મકવાણા તા.૩૧/૧૦/૨૦૨૪ નાં રોજ વય નિવૃત થતા હોય જેથી તેમની ઉત્કૃષ્ટ સેવાને ધ્યાને લઇ તેમના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ અને અધ્યક્ષ મનીષભાઈ કનખરા દ્વારા શહેર કક્ષાનું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૪ ને ખુલ્લું મુકવામાં આવેલ હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ તથા શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, સીઆરસી કો ઓર્ડીનેટર રાકેશભાઈ માંકડિયા, સમીરાબેન જીવાણી, શાળા નંબર ૧૭ આચાર્ય પ્રશાંતભાઈ માધવાચાર્ય,સહીત બન્ને શાળાઓનાં સ્ટાફ કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહેલ હતા કુલ પાંચ વિભાગમાં ૪૨ શાળાઓએ ભાગ લીધેલ હતો અને તેમાંથી આ પાંચ કૃતિ શાળા નં. ૨૯-૫-૧૭-૩૭-૨૪ ને જીલ્લા કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવેલ છે.
ભાગ લેનાર તમામ શાળાના બાલવૈજ્ઞાનિકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કનખરા અને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા શુભેચ્છા પાઠવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈવીએમ પર સુપ્રીમે આપ્યો ફેંસલો, મોક વોટિંગ માટે સિમ્બોલ લોડિંગ યુનિટ બદલી શકાશે નહિ
May 08, 2025 02:50 PMરેલ્વે મંત્રાલયની એડવાઈઝરી: મીલીટરી ટ્રેનો વિશે માહિતી આપવા પર પ્રતિબંધ
May 08, 2025 02:49 PMભારતનું વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ, પુરાવા માંગ્યા તો આવું કર્યું
May 08, 2025 02:43 PMપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech