આજથી ત્રણ દિવસ અગ્નિકાંડના પીડિતોની સાથે શહેર કોંગ્રેસના ધરણા

  • June 07, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લ ા કોંગ્રેસ સમિતિ મેદાને પડી છે. આજરોજ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસી છાવણી નાખી અને વિવિધ પરિવારો અને રાજકોટના પ્રબુદ્ધ નાગરિક અને જનતાને સાથે રાખી અિકાંડ પીડિતોને ન્યાય અપાવવા અને ભીનુ સંકેલાય ન જાય એ માટે વિવિધ માંગણીઓ સાથે તારીખ ૭,૮,૯ જૂન ૨૦૨૪ એમ ત્રણ દિવસ માટે ઉપવાસ ધરણાનો કાર્યક્રમ આજથી ત્રિકોણબાગ ખાતે શ કરવામાં આવેલ છે.  આ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં પ્લે કાર્ડ સાથે સરકાર વિદ્ધ દેખાવો કરવામાં આવેલ અને દરેક પીડિત પરિવારોને ૧ કરોડ પિયાની માંગ કોંગ્રેસ સમિતિ દ્રારા કરવામાં આવી છે.

પીડીત પરિવારોને ફરિયાદી તરીકે દાખલ કરવામાં આવે તદ ઉપરાંત એસઆઇટીમાં આઇપીએસ અધિકારીઓની નિયુકિત કરવામાં આવે આ પ્રકારે વિવિધ માંગો સાથે લડાઈનો આરભં રાજકોટના ત્રિકોણ બાગ ખાતેથી કરવામાં આવેલ છે.આજના ઉપવાસ અને ધરણાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીેશભાઈ મેવાણી, સેવાદળના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એન.એસ.યુ.આઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપુત, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, સુરેશભાઈ બથવાર, શૈલેષભાઈ કપુરીયા, દીિબેન સોલંકી, હિરલબેન રાઠોડ, દિલીપભાઈ આસવાણી, રમેશ જુંજા, હરેશ ભારાઈ, અહેસાન ચૌહાણ, ચિંતન દવે, જીેશભાઈ ડોડીયા, નરેશભાઈ સાગઠીયા, જગદીશભાઈ સાગઠીયા, અવધેશભાઈ સેજપાલ, નાગજીભાઈ વિરાણી, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, ગોવિંદભાઈ સભાયા, વશરામભાઈ ચાંડપા, કંચનબેન વાળા, રસિકભાઈ ભટ્ટ, રણજીત મુંધવા, ગોપાલભાઈ અનડકટ, કૃષ્ણદતભાઇ રાવલ, હસમુખભાઈ બાંભણિયા, નિર્મલભાઇ મા, મેઘજીભાઈ રાઠોડ, રાજુભાઈ ચાવડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application