જૂનાગઢમાં ખ્રિસ્તી પરિવારો દ્રારા નાતાલ નિમિત્તે આજે મધરાત્રે ચર્ચમાં થશે પૂજન

  • December 24, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્ષમાના પર્વ નાતાલની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શ થયું છે. જૂનાગઢમાં  આવેલા  ચર્ચમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. અનેક સ્થળોએ નાતાલ સંબંધિત શાંતા કેપ, ક્રિસમસ ટ્રી, માસ્ક, ડ્રેસનું વેચાણ થઈ રહ્યું છે. જૂનાગઢમાં ગાંધી ચોક ખાતે આવેલ સેન્ટ આન્સ ચર્ચમાં ખ્રિસ્તી પરિવારો દ્રારા આજે મધરાત્રે પૂજા કરવામાં આવશે.
જૂનાગઢમાં નાતાલની પરંપરાગત ઉજવણી અંતર્ગત ખ્રિસ્તી પરિવારો દ્રારા ચર્ચમાં પૂજન, કલ્ચરલ પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો દ્રારા અરસપરસ નાતાલની શુભેચ્છા આપવામાં આવશે. ભગવાન ઈસુના જન્મોત્સવને વધાવવા ચર્ચમાં ગમાણ તૈયાર કરવામાં આવ્યું છે. ચર્ચને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. નાતાલ પર્વ અંતર્ગત શહેરમાં વિવિધ વિસ્તારોમાં પણ શાંતા કલોઝની સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકો માટે શાંતા કલોઝ દ્રારા ગિટ આપવામાં આવશે.
શહેરમાં નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત મીણબત્તી, સાન્તાકલોઝના ડ્રેસ, ગોગલ્સ, સિતારોની રોશની સ્ટાર, ઘંટારવ, શાંતા કેપ, સહિતની  અઢળક વેરાઈટીઓની અંતિમ ઘડી સુધી ખરીદી થઈ રહી છે. ચર્ચમાં નાતાલ પર્વની શુભેચ્છા અંતર્ગત ફાધરના સંદેશાઓ, કર્ણપ્રિય કેરોલ સોંગનું ગાયન સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ક્રિશ્ચન શાળાઓમાં મીની વેકેશન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન રોડ પર આવેલ સેન્ટ આન્સ ચર્ચમાં આજે રાત્રે ૧૧:૩૦અને આવતીકાલે સવારે પૂજન દ્રારા નાતાલ પર્વની શુભેચ્છા આપવામાં આવશે.િસ્તી પરિવારો દ્રારા ભગવાન ઈસુ તથા માતા મરિયમની પૂજા કરશે ત્યારબાદ ત્રણ દિવસ સુધી િસ્તી પરિવારો એકબીજાના ઘરે જઈ શુભેચ્છા આપશે. ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બરે ચર્ચમાં કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાર્થીઓ વિવિધ કાર્યક્રમો રજૂ કરશે

નાતાલ પર્વ અંતર્ગત ગિરનાર પર્વત સહિત પ્રવાસન સ્થળોએ ભીડ જામશે

નાતાલ ની રજા હોવાથી જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડશે ખાસ કરીને ગિરનાર પર્વત ચડવા માટે હજારો લોકો પહોંચી રહ્યા છે શિયાળાની કડકડતી ઠંડી અને રજા નો માહોલ દરમિયાનએક સાહ સુધી ગિરનાર ચડવા અને રોપવે અવર–જવર માટે લોકોનો ઘસારો રહેશે. રોપવેમાં તો એડવાન્સ બુકિંગ પણ થઈ ગયા છે. આ ઉપરાંત સક્કરબાગ, ઉપરકોટ, મ્યુઝિયમ , સાસણગીર ગીર નેચર સફારી પાર્ક સહિતના સ્થળોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application