ચોટીલા પંથક દારૂ કટિંગનું હબ? વધુ ૬૫ લાખનો જથ્થો પકડાયો

  • December 27, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લ ા કેટલાક મહિનાઓથી આ જિલ્લ ામાં ઈંગ્લીશ દારૂનાં ધંધાર્થીઓનું મુખ્ય નેટવર્કનો હિસ્સો બની ગયો છે. તાજેતરમાં જ ચોટીલા પંથક જાણે ઈંગ્લીશ દારૂનાં કટીંગ વેચાણનું હબ હોવાની માફક દારૂ  ઝડપાય છે. ચાર દિવસ પૂર્વે વિજીલન્સની ટીમે ૪૫૦ પેટી જેટલા જથ્થાનું ચાલુ કટીંગ પકડી પાડેલ, ફરી ગત રાત્રીનાં નાની મોલડી ગામની નજીકમાં ચાલું કટીંગ ઉપર ચોટીલા પોલીસે દરોડો પાડતા દોડધામ મચી હતી અને ૯૩૫ પેટી, ટ્રેલર ટ્રક અને બોલરો પીક અપ મળી કુલ . ૯૦.૩૧ લાખનો મુદ્દામાલ જ કરી તપાસ આદરેલ છે. થટિર્ફસ્ટ પૂર્વે લાખોનો દારૂ રાજકોટ કે અન્ય તરફ સપ્લાય થાય એ પહેલા બીજા દરોડા પાડયા છે.
પ્રા માહિતી મુજબ ચોટીલા પોલીસ મથકના પીએસઆઇ એચ. જી. ગોહિલ હર્ષવધન ગોહિલ, હરપાલસિહ ગોહિલ, બી. એન. દિવાન તથા સ્ટાફના,ભરતભાઇ, દિલીપસિંહ ડોડીયા, વલ્લ ભભાઇ ખટાણા, ભરતભાઇ તરગટા, દિલીપભાઈ ચાવડા સહિતનાં સ્ટાફની ટીમે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં ફરતા હતા તે દરમ્યાન મોડીરાત્રીના ધનરાજસિંહ વાઘેલા અને સરદારસિંહ બારડને ખાનગી રાહે સંયુકત હકિકત મળેલ કે નાની મોલડી ગામની પાછળ ઉતર બાજુની સીમમાં જાનીવડલા ગામ તરફ જવાના નેવારી જેવા કાચા રસ્તા ઉપર બોટાદ જિલ્લ ાનાં ખાંભા ગામનો મુના અમકુભાઇ ખાચર તેમના કેટલાક મળતીયા સાથે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ કરે છે.
બાતમીના આધારે સરકારી તથા ખાનગી વાહનોમાં જાનીવડલા થી નાનીમોલડી તરફ હકિકત વાળી જગ્યા થી થોડા દૂરનાં અંતરે ઉભા રહી જોતા એક ટ્રેલર ટ્રક અને  બોલરો પીક અપ ઠાઠા મારીને ઉભી હતી અમુક લોકો ટ્રેઇલરમાંથી બોકસ ઉતારી પીક અપ માં ભરતા હતા  હતા તે સમયે જ પોલીસ ત્રાટકતા અફડાતફડી નાસભાગ મચી ગયેલ અંધારામાં  લોકો નાસી છુટયાં હતા જો કે પોલીસના હાથે એક ઇસમ પકડાઇ ગયેલ હતો
દરોડામાં દારૂ  ભરેલ એક પંજાબ પાર્સિગનું મોટું ટ્રેલર ટ્રક, બોલેરો પીક અપ માંથી ૯૩૫ પેટી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દા બોટલ નગં ૨૪.૦૬૦, ૧ મોબાઇલ ફોન મળી કુલ . ૯૦.૩૧.૮૫૬ પુરાનો મુદ્દામાલ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ ગુનામાં ચોટીલા પોલીસમાં બોટાદ જિલ્લ ાનાં બરવાળા તાલુકાનાં ખાંભડા ગામનાં મુના અમકુભાઇ ખાચર, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, રણજીત મનુભાઇ સાંથળીયા, કિશોર વિજાભાઇ સાંથળીયા, વિશાલ કોળી, સુરેશભાઈ મારવાડી, ટ્રેલર ટ્રકનો ચાલક અને માલિક, બોલેરોનો ચાલક અને માલિક, દાનો જથ્થો મોકલનાર, તેમજ જથ્થો ઉતારવા આવનાર માણસો તથા તપાસમાં ખુલે તે તમામ વિદ્ધ ગુનો નોંધાવી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે

અઢી કલાકે ટ્રેલર વળ્યું, ઠંડીમાં પોલીસ પરસેવે ન્હાયી
દરોડા બાદ ટ્રેલર ટ્રક દારૂ નું ભરીને લાવેલ તે કટીંગ સ્થળ એવા સીમ રસ્તે હતું કે તેને વાળવામાં અઢી કલાક કરતા વધુ સમય પોલીસને લાગ્યો હતો અને પોલીસ મથકે આવ્યાં બાદ દાનાં જથ્થાની ગણતરી કરવામાં સવાર પડી ગયેલ હતી અને કડકડતી ઠંડીમાં પોલીસને પરસેવો વળી ગયો હતો!

ચોટીલા વિસ્તાર બુટલેગરો માટે સ્વર્ગ સમાન?
ચોટીલાનો ગ્રામ્ય પંથકમાં મોટા ડુંગરાળ અને સપાટ વિસ્તાર મોટો છે, તેમજ અહીંનાં જુદા જુદા વિસ્તારોમાં અનેક મોટા ખરાબાઓ અને વીડી અને અવાવ વિસ્તાર મોટા પ્રમાણમાં છે. જેથી દારૂ નાં ધંધાર્થીઓ માટે સ્વર્ગ સમાન બનેલ હોવાનું કહેવાય છે. સ્થાનિક બુટલેગરો અનેક નજીકના અન્ય તાલુકા જિલ્લ ાનાં બુટલેગરોને કટીંગ માટે સ્થળો અને ગ્રામ્ય રોડ રસ્તાઓ એકબીજાને નજીકનાં તાલુકા જિલ્લ ાને જોડતા હોવાથી હેરફેર આસાની રહે  છે.જે થઈ દેશી વિદેશી દારૂનાં બુટલેગરો માટે સ્વર્ગ આ પંથક સમાન હોવાનું કહેવાય છે. ચાર દિવસ પૂર્વે એસએમસી દ્રારા એ પૂર્વે પણ ચોટીલા પોલીસે દરોડા પાડયા હતા. બોટાદના આરોપીઓ ખુલ્યા હતા. જેથી અહીંથી અન્ય તાલુકા માર્ગેાએ જવુ સહેલુ હોય અને પોલીસ કદાચ ભરોસે કે અંધારામાં રહેતી હોય લાખોનો દારૂ કટિંગ થતો હોવાની ચર્ચા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News