બાંગ્લાદેશમાં ચિન્મય દાસના વકીલ પર હુમલો

  • December 03, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈસ્કોન કલકતાના પ્રવકતા રાધારમણ દાસે મોટો દાવો કર્યેા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા હિંદુ પૂજારી ચિન્મય દાસ પ્રભુના વકીલ રમણ રોય પર પણ કટ્ટરવાદીઓ દ્રારા જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો છે. લોકોએ તેના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી અને તેને ખૂબ માર માર્યેા. રાધારમણ દાસે એમ પણ કહ્યું કે રમણ રોય આઈસીયુમાં પોતાના જીવન માટે લડી રહ્યા છે. તેણે કહ્યું કે રમણ રોયની એક જ ભૂલ હતી કે તે કોર્ટમાં ચિન્મય દાસનો બચાવ કરી રહ્યા હતા. તેણે વકીલની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.
તેમણે કહ્યું કે હત્પમલામાં રમણ રોય ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કયુ, કૃપા કરીને રમણ રોય માટે પ્રાર્થના કરો. તેમની ભૂલ માત્ર એ હતી કે તેઓ ચિન્મય દાસનો કેસ લડી રહ્યા હતા. તેના પર જીવલેણ હત્પમલો થયો છે અને તે આઈસીયુમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં કટ્ટરવાદીઓનું મનોબળ ઉંચુ છે અને તેઓ સતત હિન્દુઓ અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. મંદિરોમાં તોડફોડના બનાવો સામાન્ય બની ગયા છે. સાથે જ બાંગ્લાદેશની સરકાર અને કોર્ટ પણ કટ્ટરવાદીઓના સમર્થનમાં છે. ઈસ્કોન સાથે સંકળાયેલા પૂજારી ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એ પછી જેલમાં તેને મળવા આવેલા તેના મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં ફેલાયેલી આ અરાજકતાની આખી દુનિયામાં ટીકા થઈ રહી છે. ઇસ્કોન અને હિંદુઓએ ઘણા દેશોમાં બાંગ્લાદેશ સરકાર સામે વિરોધ પ્રદર્શન કયુ. કેનેડામાં પણ હિન્દુઓએ રેલી કાઢી હતી. આ સાથે જ ભારતે બાંગ્લાદેશના વલણ પર કડક સંદેશ પણ આપ્યો છે. ભારતે ચિન્મય દાસની ધરપકડનો વિરોધ કર્યેા છે અને બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સુરક્ષા કરવાનો સંદેશ આપ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application