શું મનુષ્યમાં બે પ્રજનન તંત્ર હોઈ શકે? શું વ્યક્તિ પહેલા માતા અને પછી પિતા બની શકે છે? શું વ્યક્તિને બે સેક્સ હોર્મોન્સ હોઈ શકે? આ સવાલોથી તમને નવાઈ લાગશે, પરંતુ આવું ખરેખર બન્યું છે. આ મામલો ચીનનો છે, જ્યાં એક મહિલા તેના પહેલા લગ્નથી માતા બની હતી અને બાદમાં તેના બીજા લગ્નથી બાળકને જન્મ આપીને પિતા બની હતી. મામલો સામે આવ્યા બાદ તે ચચર્નિો વિષય બન્યો છે.
દક્ષિણ-પશ્ચિમ ચીનની એક 59 વર્ષીય મહિલાને બે પ્રજનન તંત્ર ધરાવતી દુર્લભ બીમારી છે. એક રિપોર્ટ અનુસાર મહિલાએ બે અલગ-અલગ લગ્ન કયર્િ છે. પ્રથમ પુરુષ સાથે અને બીજા સ્ત્રી સાથે. બંને લગ્નોમાંથી તેને બે બાળકો છે. પ્રથમ બાળક તેની માતાને બોલાવે છે અને બીજું બાળક તેના પિતાને બોલાવે છે. જ્યારે સત્તાવાર દસ્તાવેજોમાં તેની ઓળખ માત્ર એક મહિલા તરીકે કરવામાં આવી છે.
ચીનના બિશાન કાઉન્ટીની લિયુ નામની મહિલાના વાળ ટૂંકા હતા અને તે બાળપણથી જ પુરુષોના કપડા પહેરતી હતી. જ્યારે તે 18 વર્ષની થઈ ત્યારે તેના લગ્ન તાંગ નામના વ્યક્તિ સાથે થયા. એક વર્ષની અંદર લિયુએ એક પુત્રને જન્મ આપ્યો. જો કે, તેના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે લિયુના શરીરમાં ઘણા ફેરફારો થવા લાગ્યા. એન્ડ્રોજેનિક હોર્મોન્સમાં અચાનક વધારો થવાને કારણે લિયુની દાઢી વધવા લાગી અને તેના સ્તનોનું કદ ઘટવા લાગ્યું અને તેણે પુરુષ પ્રજનન અંગો પણ વિકસાવવાનું શરૂ કર્યું. લિયુમાં આવેલા આ બદલાવને કારણે તાંગે તેને છૂટાછેડા આપી દીધા અને તેના પુત્ર સાથે અલગ રહેવા લાગ્યો.
છૂટાછેડા પછી, લિયુએ નવું જીવન શરૂ કર્યું અને જૂતાની ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. તે અહીં કામ કરતી ઝોઉ નામની મહિલા સહકર્મી તરફ આકષર્યિો હતો. જો કે, લિયુના સત્તાવાર દસ્તાવેજો તેણીને એક મહિલા તરીકે ઓળખાવે છે, તેણીને ઝોઉ સાથે લગ્ન કરતા અટકાવે છે કારણ કે ચીનમાં સમલૈંગિક લગ્ન ગેરકાયદેસર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech