ચાઇનાએ અંતરીક્ષમાં વધુ એક ઈતિહાસ રચ્યો છે. તેમના લેન્ડર ચાંગ'ઇ–૬ પ્રોબએ ગઈકાલે સવારે ૬.૨૩ વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ–એટકેન બેસિનમાં સફળતાપૂર્વક ઉતરાણ કયુ હતું. આ તે ભાગ છે જે પૃથ્વી પરથી કયારેય દેખાતો નથી. ચાંગ ઈ–૬ આ ભાગમાંથી બે કિલો સેમ્પલ એકત્રિત કરીને પૃથ્વી પર પરત ફરશે. અન્ય કોઈ દેશ અત્યાર સુધી અહીં પહોંચી શકયો નથી. ઓર્બિટર, રિટર્નર, લેન્ડર અને એસેન્ડરનો સમાવેશ કરતા ચાંગ'ઇ–૬ પ્રોબને લોંગ માર્ચ–૫ રોકેટની મદદથી દક્ષિણી ટાપુ હેનાન પરના વેનચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી ૩ મેના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઘણા તબક્કાઓ પસાર કર્યા બાદ તે નિર્ધારિત સ્થાન સુધી પહોંચવામાં સફળ રહ્યું. તે ઉતરાણમાં મદદ કરવા માટે આપમેળે પડકારોને ઓળખવાની ક્ષમતાથી સ હતું. વૈજ્ઞાનિકો કહે છે કે ધ્શ્યમાન પ્રકાશ કેમેરાએ ચંદ્રની સપાટીની તેજ અને અંધકારના આધારે પ્રમાણમાં સુરક્ષિત લેન્ડિંગ ઝોન પસદં કર્યેા છે. શોધના ધ્ષ્ટ્રિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પેારેશનના અવકાશ નિષ્ણાત હત્પઆગં હાઓએ જણાવ્યું હતું કે ચંદ્રની દૂરની બાજુની કઠોરતા હોવા છતાં, એપોલો બેસિન પ્રમાણમાં સપાટ છે.
ચાંગ'ઇ–૬ માટે સેમ્પલ કલેકશનનું કામ બે દિવસમાં પૂર્ણ કરવાનું છે. જો કે, વાસ્તવિકતામાં તેને માત્ર ૧૪ કલાકનો જ સમય મળવાની શકયતા છે. ડિ્રલિંગ અને રોબોટિક આર્મ દ્રારા સેમ્પલ એકત્ર કરવામાં આવશે. સેમ્પલને લેન્ડરની ઉપરના રોકેટ બૂસ્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે ફરીથી અવકાશમાં લોન્ચ કરવામાં આવશે.
તે ચંદ્રની ભ્રમણકક્ષામાં અન્ય અવકાશયાન સાથે જોડાશે અને ૨૫ જૂનની આસપાસ ચીનના આંતરિક મંગોલિયા ક્ષેત્રમાં ઉતરશે. જો બધું યોજના મુજબ ચાલે છે, તો તે ચીનને ચંદ્રના ૪.૫ અબજ વર્ષના ઇતિહાસનો પ્રાચીન રેકોર્ડ પ્રદાન કરશે. તે સૌરમંડળની રચનાને લગતી નવી માહિતી પણ જાહેર કરશે. તે આ અજ્ઞાત પ્રદેશની પૃથ્વી તરફની બાજુ સાથે સરખામણી કરવાની પણ મંજૂરી આપશે. ચીનનું લય ૨૦૩૦ સુધીમાં ચદ્રં પર માણસો ઉતારવાનું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech