ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર્રપતિ પદના શપથ પહેલા અમેરિકાના ઘણા ગોપનીય દસ્તાવેજો લીક થવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ચીન સરકાર દ્રારા સમર્થિત હેકર્સે આ મહિને યુએસ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની કોમ્પ્યુટર સિસ્ટમનો ભગં કર્યેા છે.
પ્રા માહિતી મુજબ, યુએસના ધારાસભ્યોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે નાણા વિભાગના થર્ડ પાર્ટી સોટવેર પ્રોવાઈડરની સિસ્ટમનો ભગં થયો છે. આ હેકિંગ દ્રારા ગોપનીય દસ્તાવેજો અને ઘણા કર્મચારીઓના વર્કસ્ટેશનો સાથે ચેડા કરવામાં આવ્યા છે. જો કે, કેટલા વર્કસ્ટેશનો દૂરથી એકસેસ કરવામાં આવ્યા હતા અથવા હેકર્સે કયા પ્રકારના દસ્તાવેજો મેળવ્યા હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
વિભાગે કહ્યું કે અમે અમારી સિસ્ટમ સામેની તમામ ધમકીઓને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. છેલ્લા ચાર વર્ષમાં નાણા વિભાગે તેના સાયબર સંરક્ષણમાં સુધારો કર્યેા છે. અમે અમારી નાણાકીય સિસ્ટમને આવા હેકસથી બચાવવા માટે ખાનગી અને જાહેર બંને ક્ષેત્રના ભાગીદારો સાથે મળીને કામ કરીશું.
૮ ડિસેમ્બરે સિસ્ટમ હેક થઈ હતી,જેના વિશે વિભાગે હવે માહિતી આપી છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તેમને ૮ ડિસેમ્બરે બિયોન્ડટ્રસ્ટ દ્રારા આ હેકની જાણ થઈ હતી. એફબીઆઈ અને અન્ય એજન્સીઓ આ અંગે સંયુકત રીતે તપાસ કરી રહી છે.
બીજી તરફ, વોશિંગ્ટનમાં ચીની એમ્બેસીએ હેકિંગના આરોપોને નકારી કાઢા હતા અને કહ્યું હતું કે અમે કોઈ પણ તથ્ય વિના ચીન પર અમેરિકાના આવા આરોપોનો સખત વિરોધ કરીએ છીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech