ચીની હેકરોએ ડોનાલ્ડ ટ્રમ્પના ફોન અને નેટને ટેપ કરવા હુમલો કકર્યો

  • October 26, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા સાયબર અપરાધીઓએ પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉપરાષ્ટ્ર્રપતિપદના ઉમેદવાર જેડી વેન્સ દ્રારા ઉપયોગમાં લેવાયેલા ફોન કે નેટવર્કને ટેપ કરવાના પ્રયાસ થયા હોઈ શકે છે.સૂત્રોનેના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ–વેન્સના ચૂંટણીપ્રબંધકોને સંભવિત સાયબર અટેક અંગે સાવધ કરવામાં આવ્યા હતા.
અન્ય એક વ્યકિતએ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે હેરિસ–વાલ્ઝના ચૂંટણીપ્રચાર અભિયાન સાથે જોડાયેલા લોકોને પણ સંભવિત સાયબર અટેક અંગે સાવચેત કરવામાં આવ્યા હતા. જોકે, આથી વધુ કોઈ માહિતી બહાર નથી આવી. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તથા આંતરિક તપાસ માટે જવાબદાર સંસ્થા ફેડરલ બ્યૂરો આફ ઇન્વેસ્ટિગેશને કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
એફબીઆઈ તથા ઇન્ફ્રાસ્ટ્રકચર સિકયોરિટી એજન્સીએ તેના સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે ચાઇનિઝ હત્પમલાખોરો અમારા નેટવર્કમાં કેવી રીતે ઘૂસી ગયા, તેના વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. આ સંયુકત નિવેદનમાં હજુ પણ તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ, ટ્રમ્પના પ્રચાર અભિયાન સાથે જોડાયેલા લોકોએ સમગ્ર ઘટનાક્રમ માટે ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News