પાંચ વર્ષના પ્રતિબંધ બાદ ભારતમાં ચીની એપ શીનની વાપસી, રિલાયન્સ સાથે ભાગીદારી

  • February 08, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લગભગ 5 વર્ષના પ્રતિબંધ પછી, ચાઇનીઝ ફાસ્ટ ફેશન ચેઇન શીન ભારતમાં પાછી આવી છે. આ વખતે કંપ્ની રિલાયન્સ સાથે ભાગીદારીમાં આવી છે. આઇફોન યુઝર્સ આ એપ્ને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે અને એન્ડ્રોઇડ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. જોકે, આ વખતે શીનની કહાની ગયા વખત કરતા થોડી અલગ છે.
ગઈ વખતે શીન પોતે જ પોતાનો બધો વ્યવસાય સંભાળી રહી હતી, આ વખતે એવું નથી. રિલાયન્સ રિટેલ પાસે શીનની ફાસ્ટ ફેશન એપ્લિકેશન પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે. રિલાયન્સ ભારતમાં શીનના લોજિસ્ટિક્સથી લઈને ગ્રાહક ભાગીદારી સુધી બધું જ મેનેજ કરશે.
શીન ફક્ત ટેકનોલોજી પ્રદાતા તરીકે કાર્ય કરશે અને એપ્લિકેશનને બેકએન્ડ સપોર્ટ પૂરો પાડશે. કંપ્નીની વેચાણ વ્યવસ્થાપ્નમાં કોઈ ભૂમિકા નથી. બંને કંપ્નીઓ વચ્ચેના સોદાનો મુખ્ય ભાગ ગ્રાહક ડેટાનો છે.
નવા શીનમાં, ગ્રાહકનો ડેટા ભારતમાં સ્ટોર થશે અને શીન તે ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં. આ કારણે સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. હાલમાં, આ પ્લેટફોર્મની પહોંચ દિલ્હી અને મુંબઈ જેવા મોટા મેટ્રો શહેરો સુધી મર્યિદિત છે.
કંપ્ની ટૂંક સમયમાં ભારતના અન્ય ભાગોમાં તેની પહોંચ વિસ્તારશે. ઉપરાંત, શેને ડિલિવરી ચાર્જ દૂર કયર્િ છે, જેના કારણે ખરીદી સસ્તી થશે. આ પ્લેટફોર્મ પર કપડાં 199 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છે.
આ પ્લેટફોર્મ પર સ્થાનિક ઉત્પાદકોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. આ એપ પર વર્ષ 2020 માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જયારે ભારતે સુરક્ષા કારણોસર 300 થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાંથી મોટાભાગની ચીની હતી.
શીનનું ભારત પરત ફરવું સરકારની મંજૂરી પછી થયું છે, પરંતુ કડક નિયમો સાથે. શીનને નિયમિત સાયબર સુરક્ષા ઓડિટમાં રિપોર્ટ કરવાની જરૂર પડશે. શીનની જેમ,પબજી મોબાઇલ પણ ભારતમાં પાછો ફર્યો છે. જોકે,પબજી મોબાઇલ હવે બીજીએમઆઈ નામથી આવે છે અને ચીની કંપ્ની ઝયક્ષભયક્ષિં  પાસે ભારતમાં તેના અધિકારો નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application