આગામી ઉત્તરાયણ પર્વને લઈને રાજકોટ શહેર કમિશનર શ્રી બ્રજેશ ઝાએ ચાઈનીઝ માંઝા, તુક્કલ, લોન્ચર જેવા હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિર્ણયનો હેતુ નાગરિકોના જીવન અને સલામતીને સુનિશ્ચિત કરવાનો છે.
શા માટે પ્રતિબંધ?
ચાઈનીઝ માંઝા અને અન્ય હાનિકારક પદાર્થોથી લોકોને ગંભીર ઈજાઓ થવાના અને પક્ષીઓના મોત થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવા પદાર્થોના ઉપયોગથી જાહેર સલામતી અને પર્યાવરણને નુકસાન થાય છે. રાજકોટ શહેર કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પ્રતિબંધનું પાલન કરે અને પતંગ ચગાવતી વખતે સલામતીના નિયમોનું પાલન કરે.
વિગતવાર વાત કરીએ તો આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણ તહેવારને લઈને ચાઈનીઝ તુક્કલ, લોન્ચર, લેન્ટર્ન, ચાઈનીઝ દોરી, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી દોરી વગેરે પર રાજકોટ જિલ્લામાં શહેર કમિશનર શ્રી બ્રજેશ ઝા એ પ્રતિબંધ મૂક્યો છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ તેમજ અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી ઉપરાંત પતંગ ચગાવવા માટે અન્ય હાનિકારક પદાર્થો જેમ કે, સિન્થેટિક માંઝા અથવા ટોકસીક, જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ પ્રકારની સામગ્રી કોઈ વેપારી, વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ, વેચાણ કે ઉપયોગ ન કરવા, જાનનું જોખમ થાય તે રીતે કોઈ પણ વ્યક્તિએ જાહેર માર્ગો, રસ્તા, ફૂટપાથ તેમજ ભયજનક હોય તેવી અગાસી પર પતંગ ઉડાવવા કે પકડવા દોડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ ન લખવા, જાહેરમાર્ગો ઉપર પશુઓ માટે ઘાસચારો વેચાણ કરવા ઉપરાંત ગાય કે, પશુઓને ઘાસચારો નાંખી ટ્રાફિક અવરોધ ઉભો ન કરવા, જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર ન વગાડવા, કપાયેલ પતંગો અને દોરા મેળવવા માટે વાસના બંબુ દ્વારા ધાતુના તાર પર લંગર ન નાંખવા તેમજ તારમાં ભરાયેલ પતંગ કે દોરી ન કાઢવા આ આદેશમાં જણાવાયું છે. આ હુકમો તા.૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી અમલી રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech