પીએમ નરેન્દ્ર મોદી અને તાઈવાનના રાષ્ટ્ર્રપતિ વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીતનો ચીને ભયંકર વિરોધ કર્યેા છે. ચીનનું કહેવું છે કે તાઈવાન તેનું અભિન્ન અગં છે અને નવી દિલ્હીએ તાઈવાનની રાજકીય ચાલનો વિરોધ કરવો જોઈએ.જો કે આવા ચીનના નિવેદન પર અમેરિકા ભારતની સાથે છે. અમેરિકાએ કહ્યું કે અભિનંદન એ રાજદ્રારી કાર્યની સામાન્ય રીત છે.આવી બાબતમાં ચીન એ આવા વાંધા વચકા લેવા જોઈએ નહી.
ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને તાઈવાનના રાષ્ટ્ર્રપતિ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત પર ચીને વિરોધ વ્યકત કર્યેા છે. તાઈવાનના રાષ્ટ્ર્રપતિએ એનડીએને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. જેના જવાબમાં પીએમ મોદીએ તેમનો આભાર વ્યકત કર્યેા હતો. જે સામે ચીને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે નવી દિલ્હીએ તાઈવાન સત્તાવાળાઓની 'રાજકીય ચાલ'નો વિરોધ કરવો જોઈએ.હવે ચીનની ધમકીભરી સ્ટાઈલ પર અમેરિકા ભારતની સાથે આવ્યું છે. યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'મેં સંપૂર્ણ રિપોર્ટ જોયો નથી, પરંતુ આવા અભિનંદન સંદેશાઓ રાજદ્રારી કાર્યની સામાન્ય રીત છે.ચીનના મતે, તાઈવાન તેનો બળવાખોર અને અભિન્ન પ્રાંત છે અને તેને કોઈપણ કિંમતે મુખ્ય ભૂમિસાથે ફરીથી જોડવું જોઈએ, પછી ભલે તેનો અર્થ બળનો ઉપયોગ હોય. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે આ સંદેશાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચીને આ અંગે ભારત સામે વિરોધ નોંધાવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech