આ વર્ષે મરચાના ભાવ ગૃહિણીઓ માટે રાહતરૂપ બન્યા છે.ગત વર્ષ કરતા આ વર્ષે ખાસ કરીને મરચાંના ભાવમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થઈ પ્રતિ કિલોએ રૂ. ૮૦ થી ૧૦૦નો ઘટાડો થયો છે.મરચાંના રેશમ પટ્ટો પ્રતિ કિલો રૂ.૨૪૦એ પહોચ્યું છે.જ્યારે કાશ્મીરી મરચુ રૂ.૩૫૦થી ૪૫૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યું છે.અન્ય મસાલા હળદર, ધાણા, જીરૂના ભાવ પણ ગત વર્ષ કરતા આ વર્ષે ઘટયા છે.હાલ ઘરાકી થોડી ઓછી છે પરંતુ આગામી દિવસોમાં વધુ ઘરાકી નીકળવાની આશા મસાલાના વેપારીએ દર્શાવી છે.
ભારત દેશમાં રસોઈ બનાવવામાં મસાલા અગત્યનું સ્થાન ધરાવે છે.સારી જાતના મસાલા વિવિધ રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.તેમાંય ખાસ કરીને ગુજરાતની ગૃહિણીઓ વર્ષભરના સારી ગુણવત્તાવાળા મસાલા ભરતી હોય છે.જે રસોઈ ઉપરાંત અથાણા બનાવવા માટે પણ વપરાય છે.આથી મસાલાના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાય છે પરંતુ આ વર્ષે મસાલાના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત થઈ છે.
આ વર્ષે મસાલાના ભાવ ગત વર્ષ કરતા ઘટયા છે. તેમાંય મરચાના ભાવ પ્રતિ કિલો રૂ. ૮૦ થી ૧૦૦ ઘટયા છે.સિસકારા બોલાવી દે તેવા છે. મરચાની વિવિધ જાતમાં રેશમપટ્ટો સૌથી વધુ પ્રચલિત છે.તેના પ્રતિ કિલોના ભાવ રૂ.૨૪૦,ડબલ પટ્ટો દેશી પ્રતિ કિલો રૂ.૨૪૦ છે.
જ્યારે કેટલાક લોકો દેખાવમાં લાલચોળ પરંતુ સ્વાદમાં ઓછુ તીખુ અને સારી ગુણવત્તાનું કાશ્મીરી મરચુ ખરીદતા હોય છે. કાશ્મીરી પાંદડી મરચુ પ્રતિ કિલો રૂ.૩૫૦ થી રૂ.૪૫૦ છે.
અન્ય મસાલામાં હળદર પણ આ વર્ષે થોડી સસ્તી બની છે.હળદર રસોઈ ઉપરાંત શરદી ,ઉધરસના રોગોમાં પણ ગુણકારી છે. જ્યારે તે ત્વચા પણ નિખારે છે.સેલમ હળદર પ્રતિ કિલોનો ભાવ રૂ. ૨૫૦ થી રૂ.૩૩૦ છે.
ધાણા જીરા માટે ધાણી અને જીરાનો ભાવ પણ આ વર્ષે ઘટયો છે.ધાણી પ્રતિ કિલોનો ભાવ રૂ. ૧૬૦થી ૨૦૦,જ્યારે ધાણાનો ભાવ પ્રતિ કિલો રૂ.૧૭૦થી ૨૦૦ છે. જ્યારે જીરાના ભાવ પ્રતિ કિલો રૂ.૨૮૦ થી ૩૫૦ રહયા છે.તૈયાર ધાણાજીરૂ ૨૪૦થી રૂ.૨૫૦ના ભાવે વેચાઈ રહયું છે.
આમ,આ વર્ષે મરચાં,હળદર,ધાણાજીરું વગેરે મસાલાના ભાવ ગત વર્ષ કરતા ઓછા રહયા છે.આથી રસોઈ અને અથાણા બનાવવા માટે મસાલા જરૂરી હોવાથી સામાન્ય લોકો માટે રાહતરૂપ બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech