સમગ્ર વિશ્વમાં દક્ષિણ એશિયાના દેશોના બાળકો શાળાઓમાં મહત્તમ કલાકો અભ્યાસ કરે છે. નોંધનીય છે કે ભારતના વિદ્યાર્થીઓ આ યાદીમાં મોખરે નથી. અમેરિકન સંસ્થા વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના તાજેતરના ડેટા અનુસાર થાઇલેન્ડના બાળકો દરરોજ 9.5 કલાક અભ્યાસ સાથે આ ચાર્ટમાં ટોચ પર છે, જ્યારે બ્રાઝિલમાં બાળકો દરરોજ શાળામાં માત્ર ચાર કલાક વિતાવે છે જે સૌથી ઓછો સમય છે. તે જ સમયે, અમેરિકામાં શાળાના વિદ્યાર્થીઓ શાળાઓમાં 7 કલાક અને જાપાનમાં 6 કલાક વિતાવે છે.
એશિયાઈ દેશોમાં વિદ્યાર્થીઓના શાળામાં વધુ સમય વિતાવવાનું કારણમાં એક શૈક્ષણિક સ્પર્ધા છે. જેમાં સારા માર્કસ મેળવવા માટે વિદ્યાર્થીઓ પર ઘણું દબાણ હોય છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી) એ તેના અભ્યાસમાં જણાવ્યું છે કે ઘણા એશિયન દેશોમાં સખત પરીક્ષા પ્રણાલી છે જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ શૈક્ષણિક અને કારકિર્દીના માર્ગો નક્કી કરે છે. જેના કારણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થાય છે.
વિવિધ એશિયન શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અઘરી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ છે અને પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં કલાકો વિતાવે છે, જેમ કે ભારતમાં વિદ્યાર્થીઓ જેઈઈ અને નીટ વગેરેની તૈયારી ધોરણ 9 કે તે પહેલાથી જ કરવાનું શરૂ કરે છે.
એશિયામાં શિક્ષણને ઘણીવાર સફળતા, સ્થિરતા અને કૌટુંબિક સન્માનના માર્ગ તરીકે જોવામાં આવે છે. ઘણી એશિયન સંસ્કૃતિઓ માને છે કે શૈક્ષણિક સિદ્ધિઓ ભવિષ્ય નક્કી કરે છે. ઘણા એશિયન દેશો વિદ્યાર્થીઓ માટે શાળાના સમય પછી ટ્યુશન અને વધારાના અભ્યાસ સત્રોને મંજૂરી આપે છે, જે વધારાના અભ્યાસના કલાકોની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે.
નિષ્ણાત જણાવે છે કે આજે વિદ્યાર્થીઓ બે દાયકા પહેલા કરતા વધુ મુશ્કેલ જીવન જીવે છે. એવું લાગે છે કે શાળાએ જવા અને કોચિંગ વચ્ચે તેમના આરામ અને રમવાના કલાકો પૂરા થઈ રહ્યા છે. માતા-પિતા અને સંબંધીઓ સાથે સમય વિતાવવો એ પણ બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech