સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે તમારા બાળકો તમારી સંપત્તિ નથી, તેમને કેદ ન રાખી શકાય. દેશની સર્વેાચ્ચ અદાલતે એવી અરજીને ફગાવી દીધી જેમાં અરજદાર માતા–પિતાએ તેમની પુત્રીના જીવનસાથી સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે લગ્ન સમયે તેની પુત્રી સગીર હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને કહ્યું કે બાળકો સંપત્તિ નથી તેમને કેદ રાખી ન શકાય. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે કહ્યું કે લ સમયે યુવતી સગીર નહોતી. માતા–પિતાએ લ સ્વીકાર્યા નહીં અને તેમની પુત્રી સાથે લગ્ન કરનાર વ્યકિત વિદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમને તમારા પુખ્ત બાળકને કેદ કરવાનો અધિકાર નથી. તમે તમારા પુખ્ત બાળક સાથેના સંબંધને સ્વીકારતા નથી, બલ્કે તમે તમારા બાળકને મિલકત માનો છો. બાળક મિલકત નથી. તમારી દીકરીના લ સ્વીકારો. સુપ્રીમ કોર્ટે છોકરીના માતા–પિતા દ્રારા રજૂ કરાયેલા બાળકીના જન્મ પ્રમાણપત્રમાં વિસંગતતાઓ શોધી કાઢી અને કહ્યું કે તે આ કેસની વધુ સુનાવણી કરશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ નહીં કરે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ૧૬ ઓગસ્ટના રોજ આપેલા પોતાના આદેશમાં એક સગીરનું યૌન શોષણ અને અપહરણ સંબંધિત કેસને ફગાવી દીધો હતો. યુવતીના પિતાએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યેા હતો કે તેની સગીર પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. તેણે આરોપ લગાવ્યો કે તેની પુત્રી ગુમ છે અને પોલીસે અપહરણ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાઈકોર્ટે આ કેસને ફગાવી દીધો કે છોકરી પુખ્ત છે અને તેણે પોતાની મરજીથી લ કર્યા છે. ૧૬ ઓગસ્ટના રોજ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે એક સગીરનું અપહરણ અને જાતીય શોષણના આરોપમાં મહિધરપુરના રહેવાસી વિદ્ધ નોંધાયેલ રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખવાનો ઈન્કાર કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી : બે લોકોએ જીવ ગુમાવ્યા, કેટલાક હજુ પણ કાટમાળમાં ફસાયેલા
December 22, 2024 12:17 PMભારતીય ટીમે એશિયા કપ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બાંગ્લાદેશનો પરાજય
December 22, 2024 11:41 AMટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech