રાજકોટના નવાગામ આણંદપરની ૧૬ વર્ષની સગીરાના ભાવનગરના રંધોળામાં રહેતા ૨૮ વર્ષીય યુવાન સાથે બે વર્ષ પૂર્વે લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે અંગે સમાજ સુરક્ષા વિભાગને અરજી મળ્યા બાદ આ અંગે તપાસ કરી હતી. બાદમાં આ મામલે બાળ લ પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્રારા ફરિયાદી બની વરરાજા તેના માતાપિતા તેમજ રાજકોટમાં રહેતા કન્યાના માતાપિતા અને લ કરાવનાર ગોરમહારાજ સામે કરાવવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ સમાજ સુરક્ષા અધિકારી તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સંતોષભાઈ માધાભાઈ રાઠોડની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ભાવનગરના રંધોળા ગામે રહેતા વરરાજા અશોક દેવશીભાઈ મેટાળીયા વરરાજાના પિતા દેવશીભાઈ તેની માતા જયાબેન ઉપરાંત રાજકોટના નવાગામ આણંદપરમાં રહેતા કન્યાના પિતા અમરસિંહ કાનજીભાઈ રાઠોડ તેની માતા મંજુબેન તેમજ લગ્ન કરાવનાર ગોરમહારાજ મુકેશ લીલાધરભાઇ મહેતા (રહે. નવાગામ આણંદપર) સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ તથા બીએનએસની કલમ ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે.
સમાજ સુરક્ષા અધિકારી દ્રારા ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૩૪૨૦૨૨ ના તેમને નવાગામ આણંદપરમાં રહેતી સગીરાના બાળ લગ્ન થયા અંગેની અરજી મળી હતી જે અરજીના કામે તેમણે તપાસ કરતા ગત તા. ૨૨૨૦૨૨ ના નવાગામ આણંદપરમાં રહેતા અમરશીભાઈ રાઠોડની દીકરીના લગ્ન ભાવનગરના રંધોળામાં રહેતા દેવશીભાઈ મેટાળીયાના પુત્ર અશોક સાથે થયા હતા. બાદમાં આ બાબતે પંચરોજ કામ કરી કન્યાના જન્મતારીખ અને સ્કૂલ પ્રમાણપત્રનો દાખલો મંગાવતા માલુમ પડું હતું કે, લના દિવસે કન્યાની ઉંમર ૧૬ વર્ષ ૧૧ માસ હતી યારે આ જ સમયે વરરાજા અશોક મેટાળીયાની ઉંમર ૨૮ વર્ષ ૧૨ દિવસ હતી. જેથી બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ ૨૦૦૬ ની કલમ ૯ કલમ ૧૦ કલમ ૧૧(૧) નો ભગં કરી આ લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ્ર થયું હતું. જેથી આ બાબતે આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે સમાજ સુરક્ષા અધિકારીની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે. બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ એન.આર.વાણીયા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખની છે કે, ૧૬ વર્ષની સગીરાના ૨૮ વર્ષીય યુવાન સાથે થયેલા આ લગ્ન થકી હાલ આ દંપતીને સંતાન પણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech