પરિવારમાં શોક : મેઘપરમાં ગેસ-ઉલ્ટી ઉબકા બાદ પરપ્રાંતીય યુવાનનો ભોગ લેવાયો
કાલાવડના રીનારી ગામની સીમમાં વાડીએ પાણી પીવા માટે ગયેલા બાળકનું અકસ્માતે કુંડીયામાં પડી જતા ડુબી જવાના કારણે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે જયારે મેઘપર ગામમાં પરપ્રાંતીય યુવાનનું ગેસ અને ઉલ્ટી ઉબકા જેવુ થતુ હોય દરમ્યાન બેભાન અવસ્થામાં સારવારમાં લઇ જતા ત્યાં તેમનું મૃત્યુ નિપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
મુળ મઘ્યપ્રદેશના સેજાવાળા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના રીનારી ગામમાં શિવાભાઇની વાડીએ રહેતા વિજયસિંહ યાનસિંહ ગણાવાના છ વર્ષના પુત્ર મેહુલ ગઇકાલે રીનારી સીમમાં વાડી ખાતે પાણી ભરેલ કુંડીમાં પાણી પીવા માટે ગયો હતો ત્યારે અકસ્માતે કુંડીયામાં પડી જતા ડુબી જતા સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે વિજયસિંહ ગણાવા દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દોડી આવી હતી અને વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
અન્ય બનાવમાં મેઘપર ગામમાં આવેલ રાધેક્રીષ્ના બિલ્ડીંગમાં રહેતા અને રોટો સ્ટેટ પ્રા.લી. કંપનીમાં નોકરી કરતા મલકીતસિંઘ હરજીતસિંઘ શિખ (ઉ.વ.૩૯) નામના યુવાને ગત તા. ૨૫ના સમય દરમ્યાન ગેસ અને ઉલ્ટી ઉબકા જેવુ થતુ હોય આથી તેમની સાથે રહેતા જાહેર કરનારએ ઉઠાડતા ઉઠેલ નહી અને બેભાન અવસ્થામાં હોય આથી મલકીતસિંઘને ખાનગી એમ્બ્યુલન્સમાં જામનગર જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે ગઇકાલે વરીન્દરસિંઘ કુલદીપસિંઘ દ્વારા મેઘપર પડાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.