ચાલુ ટ્રેનમાંથી કોઈએ પાણી ભરેલી બોટલનો ઘા કરતા બાળકની છાતીમાં લાગવાથી મોત

  • April 01, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યક્તિનું મૃત્યુ ક્યારે અને કેવા કારણો સાથે આવે છે એ બનતી ઘટનાઓને જોઈ વિચાર કરતા કરી દેવામાં આવે છે. શાપર (વેરાવળ) નજીક રેલવેના પાટા પાસે મિત્રો સાથે રમતા બાળકનું અચરજ પમાડે એવી ઘટનામાં મૃત્યુ થયું છે. 14 વર્ષનો બાળક મિત્રો સાથે રમતો હતો ત્યારે પાટા પરથી પસાર થતી ટ્રેનમાંથી કોઈએ પાણી ભરેલી બોટલનો ઘા કરતા આ બોટલ બાળકના છાતીમાં લાગતા ત્યાંજ પડી ગયો હતો અને 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.


પ્રાપ્ત વિગત મુજબ શાપર (વેરાવળ)ના શાંતિધામમાં રહેતા સંતોષરાય સિંઘનો 14 વર્ષનો પુત્ર બાદલ ગઈકાલે ઈદની રજા હોવાથી મિત્રો સાથે ઘર પાસેના બગીચામાં રમતો હતો અને ત્યાંથી મિત્રો સાથે રેલવેના પાટા પાસે રમવા ગયો હતો. આ દરમિયાન બપોરના સમયે પસાર થતી ટ્રેનના ડબ્બામાંથી કોઈએ પાણી ભરેલી બોટલ બહાર ફેંકતા આ બોટલ પાટા પાસે રમતા બાદલની છાતીમાં લાગવાથી ત્યાંજ ઢળી પડ્યો હતો. ગભરાયેલા મિત્રોએ તાકીદે તેના પિતાને જાણ કરતા દોડીને આવી ગયા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે શાપર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


બાદલ અને પરિવાર મૂળ એમપીનો છે અને ઘણા વર્ષોથી શાપરમાં રહે છે. પિતા સંતોષરાય સિંઘ વેલ્ડિંગનું કામ કરે છે. બાદલ ધો.5માં અભ્યાસ કરતો હતો અને એક બહેનમાં મોટો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે. બાળકના પિતાએ કોઈએ બોટલ જાણી જોઈને મારી હોવાનું જણાવતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે. પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News