રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. જે અન્વયે તેઓ સાંજે ૪ કલાકે પ્રાંસલા સ્થિત રાષ્ટ્ર્રકથા શિબિરમાં સહભાગી બનશે. ત્યારબાદ પ્રાંસલાથી ૪:૪૫ કલાકે રાજકોટ આવવા રવાના થશે. તેઓ સાંજે ૫:૩૦ કલાકે જુના એરપોર્ટ સ્થિત હેલીપેડ ખાતે પધારશે. અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી, એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતેથી રાજયવ્યાપી ખેલ મહાકુંભનો શુભારભં કરાવશે.
ભુપેન્દ્રભાઈ પટેલ સાંજે ૬:૪૦ કલાકે રૈયા રોડ સ્થિત ધીરગુ મેડિકલ કોમ્પલેક્ષ ખાતે હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સને ખુલ્લી મુકશે. અને સાંજે ૭ કલાકે કાલાવડ રોડ સ્થિત રોયલ સેફ્રોન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેશે. રાત્રે ૯ :૧૫ કલાકે સત્ય સાંઈ રોડ, આલાપ હેરિટેજ પાસે આયોજિત લોક ડાયરો માણ્યા બાદ રાત્રે ૯:૩૦ કલાકે હિરાસર એરપોર્ટ જવા રવાના થશે.
સાંજે ૬:૦૦ કલાકે રોયલ–સેફ્રોન પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે રાજયના વેપાર–ઉધોગના અગ્રગણ્ય સંગઠન એવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્ય પરિવારના પરંપરાગત વાર્ષિક સ્નેહમિલનનુ ઉદઘાટન કરશે તથા નવી ડિરેકટરીનું વિમોચન કરશે.
આ કાર્યક્રમમાં આર્ષ વિધામંદિર–મુંજકાના સ્વામી પરમાત્માનદં સરસ્વતીજીનું વકતવ્ય યોજાશે. જેમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ સર્વ પરસોત્તમભાઈ પાલા, રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેશે.
કણા ફાઉન્ડેશન ટ્રસ્ટ– એનિમલ હેલ્પલાઈનને શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ (અંધેરી–મુંબઈ) પરિવાર દ્રારા .૧૫ લાખના ખર્ચે નિર્મિત હાઇડ્રોલિક અમ્બ્યુલન્સનું સાંજે ૬–૦૦ કલાકે, જશ–પ્રેમ–ધીર સંકૂલ,વૈશાલી નગર–૪, રૈયા રોડ, રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવશે.
આ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સ ૫૦૦ કિલો સુધીના વજન ધરાવતા પશુઓને ઉંચકી શકે છે. ગાય, ભેંસ, બળદ, ગધેડા જેવા ભારે વજન ધરાવતા પશુઓ છે જેઓ બીમાર હોય, એકસીડન્ટ થયેલ હોય, તેની હેરફેર કરવી પડે તેમ હોય, હોસ્પિટલ ખસેડવા પડે તેમ હોય, તેમની સારવાર માટે સુપર સ્પેશ્યાલીસ્ટ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપયોગી થશે. એ સિવાય કુવા, તળાવ, ડેમ, ઉંડા ખાડાઓમાં કોઈ પશુ પડી જાય તો તેને બહાર કાઢવા માટે સ્પેશ્યલ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સમાં ૧૦૦ ફટની હાઈડ્રોલીક ચેઈન બેસાડવામાં આવેલ છે જેની મદદથી પશુઓને બહાર કાઢી શકાશે, શ્રી કણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઇન, રાકોટ દ્રારા ભૂતકાળમાં ઘણા રેસ્કયુ હાઈડ્રોલીંક એમ્બ્યુલન્સ દ્રારા કરવામાં આવ્યા છે અને અબોલ પશુઓના જીવ બચાવવામાં સંસ્થા નિમિત્ત બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઈમલી' ફેમ મેઘા ચક્રવર્તી 21મીએ લગ્ન કરશે
January 06, 2025 12:21 PMસલમાનની સુરક્ષામાં વધારો, 100 કરોડના ગેલેક્સી એપાર્ટમેન્ટને અપાઈ રહ્યું છે કવચ
January 06, 2025 12:19 PMઅક્ષય કુમારની બહુ ચર્ચિત ફિલ્મ રીલીઝ
January 06, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech